શું છે કલ્પવાસ ?
માધ માસ મોક્ષ પ્રદાન કરવા વાળો મહિનો હે. માધકાલ માં સંગમ ના તટ પર નિવાસ ને ‘ કલ્પવાસ ‘ કહેવાય છે.કલ્પવાસ શબ્દ નો પ્રયોગ પોરાણિક ગ્રંથો માં કરવામાં આવ્યો છે. મત્સ્યપુરાણ ની અનુસાર કલ્પવાસ નો અર્થ સંગમ ના તટ પર નિવાસ કરી વેદાધ્યયન અને ધ્યાન કરવું છે. કલ્પવાસ નો પોષ શુક્લ એકાદશી થી આરંભ થઈને માઘ શુક્લ દશમ સુધી એક મહિનાનું વિધાન છે. અમુક લોકો પોંષ પૂર્ણિમા થી આરંભ કરી માઘ પૂર્ણિમા સુધી કલ્પવાસ કરે છે. સંકલ્પ લઈને કલ્પવાસ શરૂ કરવા પર એને સતત 12 વર્ષ કરવો પડે છે. વચ્ચે એને છોડી શકાતો નથી. કલ્પવાસ 12 વર્ષે પૂરો થાય છે.
કલ્પવાસ સાધક ના મન, આત્મા અને શરીર ને કાયાકલ્પ કરી દે છે. જેમ કલ્પવૃક્ષ ની નીચે બેસવાથી બધી મનોકામના પૂરી થઇ જાય છે એ પ્રમાણે પ્રયાગરાજ માં કલ્પવાસ થી બધી મનોકામના પૂરી થઇ જાય છે અર્થાત કોઈ શારીરિક કામના મન માં રહેતી જ નથી. એવી માન્યતા છે કે જે મનુષ્ય સંકલ્પ કરી કલ્પવાસ કરે છે તે આગળના જન્મ માં રાજા ના રૂપમાં જન્મ લે છે.
કેવા હોય છે કલ્પવાસી ?
કલ્પવાસી ને શાંત મન વાળા, સદાચારી, સત્ય, અહિંસા નું પાલન કરવા વાળા, ધૈર્યવાન, ભક્તીવાન અને જિતેન્દ્રિય હોવો જોઈએ.કલ્પવાસ માટે એમ તો ઉમર ની કોઈ સીમા નથી પરંતુ માન્યતા એ છે કે બધી સાંસારિક જિમ્મેદારી અને મોહમાયા થી મુક્ત વ્યક્તિ ને જ કલ્પવાસ કરવો જોઈએ. એક વાર કલ્પવાસ શરુ કર્યા પછી ઘર નો મોહ છોડી દે છે. ભલે કોઈ જન્મે કે મરે એનાથી એનો કોઈ સહારો હોય નહિ.
કઠીન દિનચર્ચા :
આ દરમિયાન જે પણ ગૃહસ્થ કલ્પવાસનો સંકલ્પ લઈને આવ્યા છે એ પૂર્ણ કુટીમાં રહે છે. આજકાલ સંત-મહાત્માઓ ના શિવિરમાં પણ કલ્પવાસી રહે છે. ગૃહસ્થ જીવન જીવવા વાળા કલ્પવાસી પણ અહી આવીને સંન્યાસીઓ નું જીવન જીવવા લાગે છે. કલ્પવાસીઓ નું આખું જીવન દરેક કાર્ય માટે નિર્ધારિત હોય છે. રાત્રીના ત્રણ વાગે મંગલ મુહુર્તમાં જાગવાનું હોય છે. ભૂમિ પર સોના, ગંગાજળ નું પાન અને ભોજન પહેલા દાન કરવાનું હોય છે. કલ્પવાસીઓની દિનચર્યા સવારે ગંગા-સ્નાન પછી સંધ્યા-વંદન થી પ્રારંભ હોય છે અને મોડી રાત સુધી પ્રવચન અને ભજન કીર્તન જેવા આધ્યાત્મિક કમી ની સાથે સમાપ્ત થાય છે.
કલ્પવાસનો નિયમ : એક વાર ભોજન અને ત્રણ વાર સ્નાન
કલ્પવાસ નો મોકો અત્યંત દુર્લભ લોકો ને મળે છે, તેના પોતાના નિયમો છે જે નીચે પ્રમાણે છે:
- દિવસ માં ત્રણ વાર સૂર્યોદય પહેલા, બપોરે અને સાંજે ગંગાસ્નાન કરવાનું હોય છે. સવારના સ્નાનનો સૌથી ઉત્તમ સમય ત્યારે માનવામાં આવે છે જયારે તારાઓ આકશમાં દેખાય છે.
- બ્રહ્મચર્યનું પાલન.
- દિવસમાં એક વાર ભોજન કરવું.
- સંતો ને જમાડ્યા પછી જ ભોજન કરવું.
- ભોજન સાત્વિક ઓછુ તેલ મસાલા નું કરે છે.
- ગંગાજળનું પાન કરવું.
- સામાન્ય રીતે સાદા પરંતુ નમ્રતા વાળા કપડા પહેરે છે.
- શણગાર વગેરેથી દુર રહેવું.
- સાચું બોલવું, મનમાં કોઈ દુર્ભાવ ન રાખવો.
- દરરોજ ઓછામાં ઓછા ચાર કલાક પ્રવચન સાંભળવું.
- ખાલી સમયમાં ધાર્મિક ચોપડીઓ વાંચવી.
- કલ્પવાસની અવધી પુરા કર્યા વગર પોતાનું સ્થાન ન છોડવું.
- તમારી શિબિરની બહાર જાવ તો તુલસીનો છોડ લગાવવો, જતા સમયે એને પ્રસાદ રૂપમાં સાથે લઈને જવું.
- સુખ-સુવિધાઓનો ત્યાગ કરીને જમીન પર સુવો
- દરરોજ દાન-પુણ્ય કરો.
- દિવસે સુવું ના જોઈએ.
- સુતા પહેલા જાપ કરો.
- સગા-સંબધીઓથી દુર રહો.
સ્વાસ્થ્ય માટે રામબાણ છે કલ્પવાસ:
કલ્પવાસ થી ‘કાયા શોધન’ થાય છે. જેને ‘ કાયાકલ્પ’ પણ કહેવામાં આવે છે. સંગમ તટ પર મહિના ભર નો નિવાસ, સવાર નું સ્નાન-ધ્યાન અને દાન, સાત્વિક આહાર અને ધાર્મિક વાતાવરણ થી સાધક ની કાયા નીરોગી થઇ જાય છે. ૪૫ દિવસો ના કલ્પવાસ ની અવધી મનુષ્ય ની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે.