શિવજીનું દ્વાદશ જ્યોતિર્લીંગ સ્ત્રોતમાં દરેક ૧૨ જ્યોતિર્લીંગ નો સાર દર્શાવ્યો છે. દરરોજ આ સ્ત્રોતનો પાઠ કરવાથી ભક્તના જીવનમાં શિવજીની અસીમ કૃપા બની રહે છે. અને એ પોતાના જીવનમાં અંતમાં શિવપદ પ્રાપ્ત કરે છે. દરેક જ્યોતિર્લીંગ માં શિવજીનો સાક્ષાત વાસ હોય છે.
सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम्। भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये।।1।। જે ભગવાન શંકર પોતાની ભક્તિ પ્રદાન કરવા માટે પરમ રમણીય તેમજ સ્વચ્છ સૌરાષ્ટ્ર પ્રદેશ ગુજરાત માં કૃપા કરી અવતીર્ણ થયા છે. હું એવાજ જ્યોતિર્લીંગ સ્વરૂપ, ચંદ્રકલા ને આભુષણ બનાવવા ભગવાન શ્રી સોમનાથના શરણ માં જાવ છું.
श्रीशैलशृंगे विबुधातिसंगे तुलाद्रितुंगेऽपि मुदा वसन्तम्। तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम्।। 2।। ઉચાઇ ની તુલનામાં અન્ય પર્વતથી ઉચા છે. જેમાં દેવતાઓ નો સમાગમ થાય છે. એવા જ શૈલશ્રુંગ માં જે પ્રસન્નતા પૂર્વક નિવાસ કરે છે. જે સંસાર સાગરને પાર કરવા માટે સેતુ સમાન છે. તે માંલીકાર્જુન મહાદેવને હું નમન કરું છું.
अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्। अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशम्।। 3।। જે ભગવાન શંકર સંતજનો ને મોક્ષ પ્રદાન કરે છે અકળ મૃત્યુથી બચવા માટે એ દેવો ના દેવ મહાકાલ ના નામથી પણ વિખ્યાત મહાદેવજીને હું નમન કરું છું.
कावेरिकानर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय। सदैव मान्धातृपुरे वसन्तमोंकारमीशं शिवमेकमीडे।। 4।। જે ભગવાન શંકર સજ્જનો ને આ સંસાર સાગરમાં પર કરવા માટે કાવેરી અને નર્મદા ના પવિત્ર સંગમ માં સ્થિત માંધતા નગરી માં સદા નિવાસ કરે છે, એ જ અદ્વિતીય ઓમકારેશ્વર નામ થી પ્રસિદ્ધ શિવ ની હું સ્તુતિ કરું છું.
पूर्वोत्तरे प्रज्वलिकानिधाने सदा वसन्तं गिरिजासमेतम्। सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि।। 5।। જે ભગવાન શિવ પૂર્વોત્તર દિશામાં ચિતાભુમી વિદ્યમાન ધામ ના અંદર સદા જ પાર્વતી સહીત વિરાજમાન છે. દેવતા તેમજ દાનવ જેના ચરણ કમલ ની આરાધના કરે છે એ જ શ્રી વૈદ્યનાથ નામ થી વિખ્યાત શિવ ને મારા પ્રણામ.
याम्ये सदंगे नगरेतिऽरम्ये विभूषितांगम् विविधैश्च भोगैः। सद्भक्तिमुक्तिप्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये।। 6।। જે ભગવાન શંકર દક્ષીણ દિશામાં રહે છે. અત્યંત રમણીય સદંગ નામના નગરમાં અનેક પ્રકારના ભોગો તથા નાના આભૂષણો અને વિભુશણો છે. જે એકમાત્ર સુંદર પરાભક્તિ તથા મુક્તિ ને પ્રદાન કરે છે. એ જ અદ્વિતીય શ્રી નાગનાથ નામના શિવ ની શરણ માં હું જાવ છું.
महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः। सुरासुरैर्यक्षमहोरगाद्यैरू केदारमीशं शिवमेकमीडे।। 7।। જે ભગવાન શિવ પર્વતરાજ હિમાલય ની સામે મંદાકિની નદી ના તટ પર સ્થિત કેદારખંડ નામના શૃંગ માં નિવાસ કરે છે. મુનીશ્વરો દ્વારા હંમેશા પૂજિત છે. દેવતા અસુર, યક્ષ કિન્નર, તેમજ નાગ વગેરે પણ જેની હંમેશા પૂજા કરે છે. એ કલ્યાણકારી કેદાર્નાથને હું નમન કરું છું.