કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં ચાલુ છે અને હજુ આગામી ત્રીજી લહેર આવાની સંભાવના પણ વ્યક્ત કરાઇ છે અને આ ત્રીજી લહેર બાળકોને મેક્સિમમ સંક્રમિત કરશે એવો પણ ભય વ્યક્ત થયો છે.રાજ્યમાં પહેલાથી જ ધોરણ-1થી 9 અને ધોરણ-11માં માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતું. હવે તેમાં ધોરણ-10નો પણ સમાવેશ કરાયો હતો.
HSC બોર્ડને આધિન ધોરણ- 12ની પરીક્ષાઓ યોજવી કે નહીં, કે પછી ધો.10ની જેમ માસ પ્રમોશન આપવું આ સંદર્ભે આજે એક બેઠક મળી હતી. જેમાં સર્વાનુંમતે ધો.12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં આપવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષાની તારીખ કોરોના ની સ્થિતિ કાબુમાં આવ્યા પછી જાહેર કરવામાં આવશે.
ગઇકાલે મળેલી કોર કમિટીની બેઠકમા રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય સાથે જ ધોરણ -૧૨મા ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓમા એક ચર્ચા શરુ થઇ હતી કે ધોરણ-૧૦ની જેમ હવે ધોરણ ૧૨ માટે પણ કદાચ માસ પ્રમોશનનો નિર્ણય સરકાર લઇ શકે છે પરંતુ, આ તમામ આકલન પર હવે પૂર્ણ વિરામ લાગશે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી દીધી છે કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય અને ટૂંક જ સમયમાં તેની વિધીવત જાહેરાત પણ કરાશે.
જો કે આ કોરોના મહામારી માં આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા બાદ આ પરીક્ષા ક્યારે લેવી અને કેવી રીતે લેવી તેનો નિર્ણય લેવામાં આવશે.
ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા કોરોના ની સ્થિતિ કાબુમાં આવ્યા બાદ લેવાશે. અત્રે નોંધનીય છે કે કોરોનાની સ્થિતિને કારણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સરકાર માસ પ્રમોશન આપી ચૂકી છે.