દરેક લોકો દિવાળી અને નવા વર્ષ ના દિવસે ખુબ જ તૈયારી કરે છે. એની ઉજવણી ઘણા મંદિરો માં પણ થતી હોય છે. હવે તો નવું વર્ષ પૂરું થઇ ગયું. સુરતમાં નવા વર્ષની ઉજવણી મંદિરોમાં થઇ રહી હતી, ત્યારે સુરતના અડાજણ મંદિર ખાતે અન્નકૂટમાં બનાવવામાં આવેલું બિસ્કિટનું મંદિર લોકોમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સુરતમાં નવા વર્ષને લઈને મંદિરમાં ઉજવણી સાથે અન્નકુટના દર્શન રાખવામાં આવતા લોકો મંદિરે દર્શન કરવા પહોંચી રહ્યા છે, ત્યારે સુરતના અડાજણ ખાતે આવેલા સ્વામિનારાયણ BSPS મંદિરમાં દર્શન માટે એક ખુબ જ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું, જે મંદિર દર્શન માટે દરેક લોકોમાં આકર્ષણનું એક કેન્દ્ર બની ગયું.
આ આકર્ષણ નું કેન્દ્ર બનેલુ મંદિર હજારો બિસ્કિટમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરની પ્રતિકૃતિ જોઈને ભલ ભલા વિચારમાં પડી ગયા હતા. આ મંદિર ને જોઇને દરેક લોકો જોતા જ રહી જતા હતા. દરેક ભક્તો ને આ મંદિર માટે ખુબ જ સેવા અને મહેનત કરી હતી. આ મંદિર બનાવવા માટે મંદિરના હરિભક્તો અને બાળકો એ 480 કલાક મહેનત કરી હતી.
10 દિવસની મહેનતના અંતે આ મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું. મંદિરમાં અલગ અલગ કંપનીના બિસ્કિટ, જેમ કે પારલેજી, મેરિગોલ્ડ, ચોકો પાય વગેર જેવી કંપનીના 1500 થી પણ વધુ બિસ્કિટ આ મંદિર બનાવવા માટે વાપરવામાં આવ્યા હતા.
મંદિરમાં અન્નકુટ દર્શન કરવા આવતા તમામ લોકોની આંખ આ બિસ્કિટના મંદિર પર સ્થિર થઈ જતી હતી અને આ મંદિરના વખાણ કર્યા વગર રહેતા ન હતા. આ મંદિર બનાવવા માટે ઘણા લોકો ને ખુબ જ સેવા કરી હતી. આ બિસ્કીટ માંથી બનાવવામાં આવેલું મંદિર દરેક લોકોનું આકર્ષણ નું કેન્દ્ર બની ગયું.