એક એવું મંદિર કે જે 1500 થાંભલા પર ઉભું છે, ચાલો જાણીએ આ મંદિરની રસપ્રદ વાતો

આપણો દેશ ખૂબ પૌરાણિક અને પ્રાચીન પરંપરા વાળી સંસ્કૃતિ ધરાવે છે. અહીં અનેક પ્રકારની અજાયબીઓ જોવા મળે છે. ભારતમાં અલગ-અલગ પ્રકારના દેવસ્થાન, ગુફા તથા સુંદર કલાકૃતિઓ ની જગ્યા આવેલી છે. જેના કારણે વિશ્વમાં ભારત નો એક અલગ જ ડંકો વાગે છે. આજે આપણે એક એવા મંદિરની વાત કરીશું કે જે લગભગ પંદરસો સ્તંભો પર સ્થિત છે. આ દેવસ્થાન સંગેમરમર જૈન મંદિર છે, જે પોતાના સ્થાપત્ય કલા તથા વિશેષ નકશી કાર્ય માટે ખૂબ પ્રસિદ્ધ છે.

આ જૈન મંદિર રાજસ્થાનના ઉદયપુર જિલ્લાથી લગભગ સો કિલોમીટર દુર અંતરિયાળ વિસ્તારમાં રણકપુર માં સ્થિત છે. તમને જણાવી દઈએ કે આ જૈન મંદિર પાંચ પ્રમુખ તીર્થસ્થાનોમાં એક પણ છે.

રણકપુર માં આવેલું આ જૈન મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર લગભગ 1500 થાંભલા ઉપર ઊભું છે. અને આ સંપૂર્ણ દેવસ્થળ સંગેમરમર થી નિર્માણ પામેલુ છે. આ દેવસ્થાનમાં મુખ્ય ગ્રહ છે તેની અંદર તીર્થકર આદિનાથ ની સંગેમરમર થી નિર્માણ પામેલી ચાર વિશાળ પ્રતિમાઓ પણ સ્થિત છે.

આ દેવસ્થળ નુ નિર્માણ ૧૫ મી સદી મા રાણા કુંભા ના શાસનકાળ દરમિયાન થયુ હતુ. રાણા કુંભા ના નામ પરથી આ સ્થળનું નામ રણકપુર રાખવામાં આવ્યું હતું. આ જૈન મંદિરમાં આવેલા હજારો સ્તંભોમાં દરેક સ્તંભની એક અલગ જ વિશેષતા છે. આ સ્તંભો ની સૌથી મોટી વિશેષતા એ છે કે જે પણ સ્તંભ પર તમારી નજર પડે છે ત્યા થી તમને મંદિર મા રહેલી પ્રતિમા ના દર્શન થશે. ખરેખર અહિયાં અદ્દભુત નકશીકાર્ય કરવા મા આવ્યુ છે. અદભુત કલાકૃતિ ને નિહાળવા માટે લોકો દેશ-વિદેશથી ઉમટી પડે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer