૫ દિવસ સુધી આ જગ્યાઓને કરવામાં આવ્યા છે રેડ એલર્ટ, તહેવારોમાં આ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય તો જરૂરથી ટાળજો…

હવામાન વિભાગ એ જણાવ્યું છે કે આવનારા બે ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થશે. બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે તેની અસર ગુજરાતમાં જોવા મળશે. જેને કારણે શુક્રવાર સુધી ગુજરાતમાં વધારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ એ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ વરસવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની રેડએલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં વરસાદની વાત કરે તો અત્યાર સુધી કુલ ૭૬ ટકા જેટલો વરસાદ ચૂક્યો છે. વડાલી ગામમાં પણ એક જ કલાકમાં એક ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસવાથી ખેડૂતો ખૂબ જ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. સાબરકાંઠા ની વાત કરીએ તો ખેડબ્રહ્મા વડાલી અને રવિપુરા સહિત કેટલા ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ખેડબ્રહ્મા ના રાઘીવાડા,મૈત્રાલ અને માતાજીકંપામાં પણ વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ આવવાને કારણે ત્યાંના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 100 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં જોવા મળ્યો છે. ગુજરાતમાં કચ્છની વાત કરીએ તો 125.60 % ઉત્તર ગુજરાતમાં 62.69 % સૌરાષ્ટ્રમાં 71.5 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 65.68% અને દક્ષિણ ગુજરાતમાં 87.39% વરસાદ પડી ચૂક્યો છે.

ભારેથી અતિભારે વરસાદની વાત કરીએ ડાંગ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદમાં આગાહી બાદ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ઓરેન્જ એલર્ટ વિશેની વાત કરીએ તો ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, જૂનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર સુરત તાપી સુરત ભરૂચમાં પણ આગામી પાંચ દિવસમાં વધારે વરસાદ થવાની સંભાવના છે.

વધારે વરસાદના કારણે ગુજરાત રાજ્યના જળાશયોમાં પણ પાણીની સારી એવી આવક જોવા મળી હતી. જેમાંથી 58 જણાશયોને હાઈ એલર્ટ કરાવવામાં આવ્યા છે. જેમાં 14 જળાશયોને એલર્ટ કરાયા છે અને 16 જળાશ્યોને વોર્નિંગ આપી છે. એનડીઆરએફની 13 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer