બજરંગબલીની પૂજા શ્રદ્ધા પૂર્વક જે પણ વ્યક્તિ કરે છે તે ફળ આપે જ છે. હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને સુંદરકાંડના પાઠ અનન્ય ફળ આપનારા માનવામાં આવ્યા છે. ભોળાનાથ પછી એકમાત્ર હનુમાનજી છે જે પોતાના ભક્તો પર ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમના સંકટને દુર કરે છે. જે વ્યક્તિ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેના પર પણ તેમની કૃપા સદા માટે રહે છે. તેની અસર હંમેશા થાય જ છે. આ તો થઈ હનુમાનજીને પ્રસન્ન કરવા માટેના પાઠની વાત પરંતુ શું તમે જાણો છો કે એક એવો મંત્ર પણ છે જેના જાપ ક્યારેય વિફળ નથી જતાં? આ મંત્રની રચના સ્વયં શ્રીરામે કરી છે.
હનુમાન કવચના પઠનથી ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને તેનાથી જાતકને અદ્ભુત શક્તિ પણ મળે છે. આ મંત્રના જાપ તંત્ર-મંત્રના ખરાબ પ્રભાવને પણ ઘટાડે છે. જીવનમાં કોઈપણ પ્રકારનું કષ્ટ હોય આ મંત્ર તેને દૂર કરી શકે છે. દુ:ખના દિવસોનો અંત આવે છે અને જીવન ખુશહાલીથી છવાઈ જાય છે.
૧. મૂળ મંત્ર : “શ્રી હનુમંતે નમ:” આ મંત્રનું ઉચ્ચારણ 108 વાર રુદ્રાક્ષની માળાથી કરવું જોઈએ. સાચા મનથી આ ઉપાસના કરવાથી મંત્ર સિદ્ધ થઈ થાય છે અને જીવનમાંથી રોગ-શોક દૂર થઈ જાય છે. આ મંત્રોચ્ચાર સાથે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવવું, જો મનોકામના તુરંત ફળે તેવી ઈચ્છા હોય તો હનુમાનજીને ચોલા અને જનોઈ પણ ચડાવવી. હવે જાણો મૂળ મંત્ર સાથે બોલવાના સમસ્યાનુસારના પૂર્ણ મંત્રો વિશે.
૨. ભયનો નાશ કરવા માટે જપો આ મંત્ર: “હં હનુમતે નમ:”
૩. ભૂત-પ્રેતની બાધા દૂર કરવા માટે જપો આ મંત્ર : “હનુમન્નંજીની સુનો મહાબલ: અકસ્માદાગતોત્પાંત નાશયાશુ નમોસ્તુતે”
૪. મનોકામના પૂર્તિ માટે જપો આ મંત્ર : “મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે, હારિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે”
૫. શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા જપો આ મંત્ર : “નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા”
૬. કરજ મુક્તિ માટે જપો આ મંત્ર : “નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા”