કોરોના ને કારણે અત્યારે તમામ જગ્યાએ સામાજિક પ્રસંગો ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી લોકો જે ખુશીઓની અનુભૂતિ કરી શકતા હતા હવે તેવું કરી શકતા નથી. હવે લોકો આતુરતાથી કોઈના લગ્નમાં જવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ કોરોનાના ડરથી કોઈપણ સામાજીક પ્રસંગોમાં ભાગ લેતો નથી.
છત્તીસગઢમાં આવો જ એક પ્રસંગ હાલમાં સામે આવ્યો છે. જેમાં દંપતીએ ફરીવાર કોવીડ સેન્ટરમાં લગ્ન કર્યા હતા.ચંદ્રકાંત સાહુએ જણાવ્યું હતું કે આ મહામારીના કપરાકાળમાં જ્યાંથી પણ સુખ પ્રાપ્ત થાય ત્યાંથી લઈ લેવું જોઈએ.
ખુશ થવા માટે કોઈપણ પ્રકારની રાહ જોવાની જરૂર નથી. તેથીજ તો તેઓએ અક્ષય તૃતીયાના શુભ પ્રસંગને યાદગાર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને શુક્રવારે ફરીથી કોવિડ સેન્ટરમાં લગ્નનાં બંધનમાં બંધાયા હતા.
તેઓના મત મુજબ તેઓ આ લગ્ન ફરી બધા લોકો ઉત્સાહ માણી શકે તે માટે કર્યા હતા. વધુ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ લગ્ન તેઓએ કોવિડ ઈન્ચાર્જની પરવાનગીથી કર્યા હતા .
આ લગ્નમાં કોવિડ સેન્ટરના દર્દીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને સામેલ કરવામાં આવ્યા ન હતા.
ચંદ્રકાંત સહુ અને ક્રાંતિ સાહુના લગ્ન આમ તો એક મહિના પહેલા થઇ ગયા હતા પરંતુ covid સેન્ટરમાં લોકોને આનંદ કરાવવા માટે તમામ લોકોએ વ્યવસ્થા કરી અને આ બંને ફરી લગ્ન કર્યા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સેન્ટરના કોરોના પોઝિટિવ દર્દીઓએ આ પ્રસંગમાં ભાગ લીધો હતો અને લગ્નની તમામ વિધિ સહિત વરરાજા અને તેમની પત્નીને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્ન માં ઉપસ્થિત કોરોના ગ્રસ્ત દર્દીઓ જ જાનૈયા બન્યા હતા. આ તમામ વિધિ પછી તમામ દર્દીઓ જાનમાં નાચ્યા પણ હતા. આ એક અલગ પ્રકારનો જ અનુભવ હતો.