ગુજરાતભરમાં કોરોના કાળ માં પણ, કેટલીક શાળાઓ વાલીઓને ફી ભરવાની ફરજ ફરજિયાત પણે પાડે છે તેવા કિસ્સાઓ પણ બન્યા છે.ઓફલાઈન શિક્ષણ શરુ ન થાય ત્યાં સુધી ખંભાળિયાની લિટલ સ્ટાર સ્કૂલે તમામ વિદ્યાર્થીઓની ફી માફીની જાહેરાત કરી છે. અગ્રણીઓ અને વાલી મંડળના સભ્યોએ નિર્ણયને આવકાર્યો હતો.
આ શાળામાં એક હજાર જેટલા બાળકો બાલમંદિર ધોરણ-11 સુધીનો અભ્યાસ કરે છે. આ વર્ષે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે ત્યારે વિદ્યાર્થીઓની કોઈપણ પ્રકારની ફી નહીં લેવામાં આવે અને જો ઓફલાઈન શિક્ષણ શરૂ થશે ત્યારે જ ફી લેવામાં આવશે.
શાળાના આ નિર્ણયથી ઘણાં માતાપિતા અને વિદ્યાર્થીઓ લાભ થશે અને આ અગાઉ માતા-પિતાના રોજગારી ગુમાવવાને કારણે પોતાના બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું વિચારી રહ્યા હતા પરંતુ જો ગુજરાતના અને ભારતના તમામ સ્કૂલો આમ કરે તો ક્યારેય કોઈપણ વિદ્યાર્થીઓનું શિક્ષણ અધૂરું રહે નહીં.
દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં લિટલ સ્ટાર સ્કૂલ દ્વારા આ વર્ષે ઓનલાઈન શિક્ષણ શરૂ રહે તો, વાલીઓ પાસેથી ફી નહીં લેવાનો નિર્ણય લીધો છે. આશરે 1 હજાર વિદ્યાર્થીઓનાં વાલીઓ માટે મોટી રાહત છે. જેના કારણે વિદ્યાર્થી માં તેમજ વાલીઓમાં ખુશી છે.
અન્ય શાળાઓએ પણ શાળાએ લીધેલા નિર્ણયથી શીખવું જોઈએ. આ નિર્ણયને લીધે જો લીટલ સ્ટાર સ્કૂલ ચાલુ વર્ષ દરમિયાન ઓફલાઇન શિક્ષણ શરૂ ન થાય, તો તેને 1.5 કરોડનું નુકસાન થાય તેવી શક્યતાઓ છે. છતાં ફી માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે જે સરાહનીય કાર્ય છે.
આ સમયે ગુજરાતની ઘણી બધી શાળાઓમાં વાલીઓ અને શાળા સંચાલકો સામે વિવાદ ઊભો થઈ રહ્યો છે અને વાલીઓ ઉપર શાળાઓ દ્વારા દબાણ કરવામાં આવે છે. ત્યારે આ સમયગાળા દરમિયાન સ્ટાર સ્કૂલ દ્વારા તેના હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ની ઓનલાઇન શિક્ષણ માટે માફ કરવામાં આવી છે.
ત્યાં સુધી ફી નહીં વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે ઓફલાઇન શીખવાનું પ્રારંભ થાય છે ત્યારે ફી લેવામાં આવશે. કોરોના કાળ દરમિયાન લોકો આર્થિક ભીંસમાં છે ઘણાને પોતાની નોકરી ગુમાવી છે તો કોઈએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.
શાળાના આ નિર્ણયને વાલીઓએ બિરદાવ્યો છે અને આ નિર્ણયને પગલે વાલીઓએ શાળા સંચાલકોનો આભાર માન્યો છે.