એક સ્ત્રી પોતાના સારા ગુણોના કારણે સમગ્ર ઘરને સ્વર્ગ સમાન બનાવી દે છે. પરંતુ તે જ સ્ત્રી જો ખરાબ ગુણો ધરાવતી હોય તો તેના કારણે સ્વર્ગ જેવા ઘરને પણ નર્ક બનાવી દે છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિની વિચારસરણી એક સરખી હોતી નથી. દરેક વ્યક્તિ અલગ-અલગ વિચારસરણી ધરાવતા હોય
પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સ્ત્રીઓની એવી ત્રણ આદતો કે જે પરિવારના લોકો માટે બની શકે છે મુસીબતનું કારણ. 1. પહેલી આદત સ્ત્રીઓ એવી હોય છે કે જે ઘરના દરવાજાને હંમેશાને માટે પગનું પાટુ મારીને ખુલતી હોય છે.
આવું કરવાથી તમારા ઘરની લક્ષ્મી ને ઠોકર લાગે છે. જો કોઈપણ ઘરની સ્ત્રી તેના દરવાજાને પાટુ મારીને ખોલતી હોય તો તે ઘરમાંથી લક્ષ્મીજીનો વાસ કાયમી માટે ખતમ થઈ જાય છે. અને તેના ઘરમાં અનેક પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન થઈ શકે છે.
આથી કોઈ પણ સ્ત્રીએ હંમેશાં એ માટે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. 2. બીજી આદત ઘણી સ્ત્રીઓને એવી આદત હોય છે કે જે ઘરમાં કાયમી માટે ખરાબ થઇ ગયેલા વાસણો રાખી મૂકતી હોય છે. પરંતુ સ્ત્રીઓને ક્યારેય પણ આવી આદત ન રાખવી જોઈએ.
અને હંમેશાં એ માટે પોતાના રસોડામાં અને ઘરમાં ક્યારેય પણ ખરાબ થઇ ગયેલા વાસણો સાચવી ન રાખવા જોઈએ. જો વાસણો ખરાબ થાય કે તરત જ તેને સાફ કરીને મૂકી દેવા જોઈએ. જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થાય અને તમારા ઘરની સંપત્તિ અને સુખ જળવાઈ રહે.
3. ત્રીજી આદત ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે ઘરમાં સાવરણીને પગથી ઠોકર મારતી હોય છે. પરંતુ સ્ત્રીઓની આ આદત ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. આમ કરવું એ અશુભ થવાની નિશાની છે. કહેવાય છે કે સાવરણી ની અંદર માતા લક્ષ્મી નો વાસ છે.
અને જો કોઈ પણ સ્ત્રી પગેથી સાવરણી ને ઠોકર મારે છે તો તેના કારણે લક્ષ્મીજીને ઠોકર મારવા સમાન પાપ લાગે છે. આમ કરવાથી લક્ષ્મીજીનું અપમાન થાય છે અને તે તમારા ઘરમાંથી જતી રહે છે. આમ સ્ત્રીઓની આ આદતો ઘર પરિવારના લોકો માટે બની શકે છે મુસીબતનું કારણ.