ફિલ્મોની દુનિયામાં, સંબંધો બનવા અને તૂટી જવા એ સામાન્ય વાત છે. કોના હૃદયના તાર ક્યારે કોની સાથે જોડાય છે અને ક્યારે તૂટી જાય છે તે વિશે કશું કહેવું ખૂબ મુશ્કેલ છે. બોલિવૂડમાં ઘણા યુગલોના સંબંધો ખૂબ ખાસ અને ચર્ચામાં રહ્યા છે. બીજી તરફ બોલિવૂડના કેટલાક છૂટાછેડા એવા રહ્યા છે, જે ખૂબ મોટી હેડલાઇન્સ માં રહ્યા છે. આજે અમે તમને હિન્દી સિનેમાના 6 સૌથી મોંઘા છુટાછેડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે આ યુગલો અલગ થઈ ગયા, ત્યારે ઘણા સેલેબ્સે મોટી રકમ ચૂકવવી પડી.
કરિશ્મા કપૂર અને સંજય કપૂર :- 90 ના દાયકામાં પોતાના અભિનયથી અપાર સફળતા મેળવનાર કરિશ્મા કપૂરે પહેલા અભિષેક બચ્ચન સાથે લગ્ન કરવાના હતા. બંનેની સગાઈ થઈ હતી, પરંતુ કેટલાક કારણોસર સગાઈ તૂટી ગઈ હતી. આ પછી કરિશ્માના લગ્ન બિઝનેસ મેન સંજય કપૂર સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે ઘણા મતભેદો થયા હતા અને આખરે 2003 માં થયેલા લગ્ન વર્ષ 2016 માં 13 વર્ષ પછી સમાપ્ત થયા.
બંને બે બાળકો, અદારા અને કિયાનના માતાપિતા બન્યા. છૂટાછેડા પછી કરિશ્માને બાળકોની કસ્ટડી મળી હતી. છૂટાછેડા પછી સંજયના પિતાનો મુંબઈ (ખાર) નો ફ્લેટ કરિશ્મા ના નામે કરવામાં આવ્યો. ઉપરાંત સંજયે તેના બંને બાળકોના નામે 14 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા, જેનું વ્યાજ કરિશ્મા ને દર મહિને 10 લાખ રૂપિયા પ્રાપ્ત થાય છે.
રિતિક રોશન અને સુસાન ખાન :- રિતિક રોશન અને સુસાન ખાનના છૂટાછેડા હિન્દી સિનેમાના સૌથી મોંઘા છૂટાછેડા છે. જણાવવા માં આવે છે કે છૂટાછેડા પછી સુઝનેએ ૪૦૦ કરોડની માંગણી કરી હતી. જોકે મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે રૂત્વિક વતી ૩૮૦ કરોડ રૂપિયા સુઝાનને આપવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, રિતિક રોશન અને સુઝાન ખાનના લગ્ન વર્ષ 2000 માં થયા હતા. બંનેએ 14 વર્ષ પછી 2014 માં છૂટાછેડા ની સાથે સંબંધ સમાપ્ત કર્યો હતો. બંને બે પુત્રોના માતા-પિતા છે. જો કે છૂટાછેડા પછી પણ, બંને મોટા ભાગે તેમના પુત્રો ની સાથે એકસાથે જોવા મળે છે.
ફરહાન અખ્તર અને અધુના બાબાની :- અભિનેતા ફરહાન ખાન હાલમાં શિબની દાંડેકર સાથે રિલેશનશિપમાં છે, પરંતુ તે પહેલા તેણે અધુના ભબાની સાથે લગ્ન કરી લીધા હતા. ફરહાન અખ્તર અને અધુના ભબાનીએ વર્ષ 2000 માં લગ્ન કર્યાં હતાં,
જ્યારે વર્ષ 2017 માં બંનેનાં છૂટાછેડા થયાં હતાં. છૂટાછેડા પછી ફરહાને તેના બાંદ્રા વાળો બંગલો ‘વિપાસન’ અધુના ના નામે કરવો પડ્યો હતો. છૂટાછેડા પછી બાળકોની કસ્ટડી અધુનાને મળી હતી. અધુનાના નામેં બંગલો કરવા સિવાય ફરહાને બાળકોની ભાવિ સલામતી માટે રોકાણ પણ કરવું પડ્યું હતું.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહ :- સૈફ અલી ખાન અને અમૃતા સિંહના છૂટાછેડા સમાચારોમાં રહ્યા હતા. આજે પણ બંનેના સંબંધોની ચર્ચા ખૂબ થતી હોય છે. 1991 માં અમૃતાએ પોતાનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. બંનેના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા અને 2004 માં બંનેના પરસ્પર સંમતિથી છૂટાછેડા થઈ ગયા હતા.
છૂટાછેડા પછી એક ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે, મારે અમૃતાને 5 કરોડ આપવાના છે, જેમાંથી મેં તેમને 2.5 કરોડ આપ્યા છે. આ સિવાય મારે દીકરો 18 વર્ષનો થાય ત્યાં સુધી દર મહિને 1 લાખ રૂપિયા આપવાના છે. હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા પણ નથી. મેં અમૃતાને વચન આપ્યું છે કે બાકીના પૈસા હું આપી દઈશ. ”
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા :- અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ લગ્નના 18 વર્ષ પછી પોતાના સંબંધો સમાપ્ત કર્યા. છૂટાછેડા પછી, મલાઇકાએ અરબાઝ પાસે ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાની માંગ કરી હતી, બદલામાં અરબાઝે 15 કરોડની રકમ ચૂકવી દીધી હતી. છૂટાછેડા પછી, મલાઇકા અરોરાને પુત્ર અરહાનની કસ્ટડી મળી હતી.
સંજય દત્ત અને રિયા પિલ્લઇ :- સુપરસ્ટાર સંજય દત્તે કુલ ત્રણ લગ્ન કર્યા છે. સંજય દત્તે 1998 માં રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા, જ્યારે બંનેના 2008 માં છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી સંજયે રિયાને દરિયાની સામેનો લક્ઝરી એપાર્ટમેન્ટ અને લક્ઝરી કર આપી હતી. રિયાએ બાદમાં સ્ટાર ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ જ્યારે સંજય દત્તે માનતા દત્ત સાથે સાત ફેરા લીધા હતા.