ભગવાન શિવે ક્રોધિત થઈને આ જગ્યા પર કાપી નાખ્યું હતું મહારાજા દક્ષનું માથું, જાણો આ પૌરાણિક મંદિર વિષે  

ભારત દેશની અંદર એટલા મંદિરો છે કે જેની ગણતરી કરવી અશક્ય છે. પરંતુ ભારત દેશની અંદર અનેક એવા ઐતિહાસિક મંદિરો આવેલા છે કે જેની જાણકારી ઘણા લોકોને નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારત દેશની અંદર આવેલા અમુક એવા મંદિરો વિશે કે જેની સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે તો ચાલો જાણીએ આ મંદિરો વિશે.

અમે જે પૌરાણિક મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે મંદિરનું નામ છે દક્ષેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર હરિદ્વાર માં આવેલ કનખલ પ્રદેશ ની અંદર આવેલું છે. એક માન્યતા અનુસાર આ એ જ મંદિર છે કે જ્યાં મહારાજા દક્ષે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું.

જેની અંદર દરેક દેવી, દેવતાઓ અને ઋષિઓ તથા સંતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ આ યજ્ઞ ની અંદર ભગવાન શંકરને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. એવું માનવામાં આવે છે કે મહારાજા દક્ષ દ્વારા ભગવાન શંકરનું અપમાન સતી દ્વારા સહન ન થઇ શક્યું હતું,

અને દેવી પાર્વતી અગ્નિ કુંડ ની અંદર કૂદી અને પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધા હતા. જ્યારે મહાદેવને આ વાત વિશે જાણ થઈ ત્યારે મહાદેવ ખૂબ જ ક્રોધિત થયા હતા,

અને તેણે યજ્ઞની જગ્યાએ મહારાજા દક્ષ નું માથું કાપી નાખ્યું હતું. પરંતુ જ્યારે દેવતાઓએ મહાદેવની વિનંતી કરી ત્યારે ભગવાન શંકરે અને જીવનદાન આપ્યું હતું, અને તેના ઉપર બકરાનું માથું લગાવી દીધું હતું.

જ્યારે મહારાજા દક્ષને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે ભગવાન શિવ પાસે ક્ષમા માગી, અને ત્યારે ભગવાન શંકરે ઘોષણા કરી હતી કે દર વર્ષે તે શ્રાવણ મહિનામાં કનખલ પ્રદેશ ની અંદર નિવાસ કરશે.

અને આથી જ દર શ્રાવણ મહિનામાં હજારો શિવ ભક્તો આ જગ્યાએ ભગવાન શંકરની શિવલિંગના રૂપમાં પૂજા કરવા માટે જાય છે. આ મંદિરમાં ભગવાન શંકરની શિવલિંગની પૂજા કરવામાં આવે છે, અને સાથે સાથે તેની બાજુમાં જ રહેલા મહારાજા દક્ષ ની ધડ ના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

ભગવાન શંકરના આ મંદિરમાં જે કોઈપણ ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન શંકરને જલાભિષેક કરે છે, તે વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. અને કહેવાય છે કે આ જગ્યાએ શ્રાવણ મહિનામાં ભગવાન શંકર સાક્ષાત બિરાજે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer