વિશ્વભરમાં મોટા ભાગના દેશોમાં અને ભારતમાં પણ સ્તન કેન્સર ના કિસ્સાઓ વધી રહ્યા છે સ્તન કેન્સર થવાના કારણો અને એના સમયસર ના નિદાન માટેના લક્ષણો તેમ જ એના ઉપાયો અંગે વિગતવાર ચર્ચા કરી છે સ્તનના કેન્સરનું નિદાન સમયસર કરવામાં આવે તો એને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ નું પ્રમાણ ઘટાડી શકાય એટલું જ નહિ પરંતુ એની સારવાર પણ શરૂઆત ના તબક્કામાં ઓછી ખરચાળઅને સરળ બને છે.
સ્તન કેન્સર મહિલાઓ ની મોતનુ કારણ બની રહ્યું છે. વર્તમાન સમય માં છોકરીઓ ના લગ્ન માં મોડું થવાથી પણ સ્તન કેન્સર થઇ શકે છે. આવી બાબત માં ભણતર પૂરું થાય પછી નોકરીની શોધ માં હંમેશા છોકરીઓના લગ્ન કરવામાં મોડું થાય છે. જો સમય સર સ્તન કેન્સર ની તપાસ ના કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબીત થાય છે. જો સમયસર કેન્સર ની જાણ થઇ જાય તો તેની સારવાર પણ શક્ય છે. આ વાતો પીજીઆઈ ના રેડિયોલોજી વિભાગ ના ડોક્ટર અર્ચના ગુપ્તા એ રવિવારે બ્રેસ્ટ ઇમેજિંગ અપડેટ પર જણાવી હતી.
પીજીઆઈ અને મેદાન્તા ના સહયોગ થી એ જણાવ્યું હતું કે રેડિયોલોજી વિભાગ માં રવિવારે થયેલ કાર્ય શાળા માં બીએચયુ, જી એસ વી એમ કાનપુર, મેરઠ ના LLRM મેડીકલ કોલેજના પ્રશિક્ષુ રેડિયોલોજીસ્ટ, ડોકટર અને ટેક્નીશીયન પણ હતા. તેમાં સ્તન કેન્સરના ઈલાજ ની નવી ટેકનીક પર દરેક લોકો એ વાત અને ચર્ચા કરી હતી.
એક સમય પર ડોકટર અર્ચના એ જણાવ્યું કે જો દુખાવાની સાથી સાથે સ્તન નો આકાર જડપથી વધવા લાગે, તરલ અને દ્રવ્ય નીકળે અને સ્તન ની અંદર અથવા બહાર કોઈ ગાંઠ મહેસુસ થાય તો મહિલાઓ એ સાવચેત થઇ જવું જોઈએ.
આ સ્તન કેન્સર ના લક્ષણો છે. એવી સ્થિતિ માં તરત જ મહિલાઓ એ સ્ત્રી રોગના નિષ્ણાંત ની સલાહ લેવી જોઈએ અને તપાસ કરાવી લેવી જોઈએ જ કેન્સર જેવું હોય તો તરત જ તેનો ઈલાજ થઇ શકે અને આ ભયંકર બીમારીથી બચી શકાય. સામાન્ય રીતે મહિલાઓ આવી સમસ્યા કોઈને જણાવતી નથી તેના માટે તે સંકોચ અનુભવે છે પરંતુ એવું ના કરવું જોઈએ કર્ણ કે એ આપણા સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે.
ગાંઠ અથવા આકાર વધે તો ચિંતા નહિ ઈલાજ કરાવવો : રેડિયોલોજીસ્ટ ડોકટર અર્ચના એ જણાવ્યું કે વિશ્વ માં દર વર્ષે લગભગ ૨૦ લાખ મહિલાઓ આ રોગ થી ખુબજ પીડિત છે વર્ષ ૨૦૧૮ માં વિશ્વ માં સ્તન કેન્સર થી લગભગ ૬ લાખ ૨૭ હજાર મહિલાઓનું મૃત્યુ થયું. વિકસિત દેશો અને વિસ્તારો માં રહેતી મહિલાઓ માં સ્તન કેન્સરની સમસ્યા વધારે હોય છે. જો સ્તન કેન્સર નો સમય સર ઈલાજ કરવામાં આવે તો તેનાથી છુટકારો મેળવી શકાય છે.
આજકાલ આ વિકસતા યુગ માં કોઈ બીમારી એવી નથી કે જેનો ઈલાજ શક્ય ના હોય. પરંતુ તેના માટે જેમ બને તેમ વહેલા તેની સારવાર ચાલુ કરવી જરૂરી છે તેથી એક વાત હંમેશા યાદ રાખવી કી કોઈ પણ બીમારી થાય અથવા તો એવું મહેસુસ થાય કે શરીર માં કઈક ફેરફાર થઇ રહ્યો છે અથવા તકલીફ જેવું જણાય તો તરત જ ડોક્ટર પાસે જઈ તેની તપાસ કરાવી લેવી જોઈએ, કારણ કી જો હજી બીમારીની શરૂઆત જ હોય તો તેને ખુબજ જલ્દી અથ્કાવી શકાય ચી અને જો બીમારી એ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હોય તો પછી તેનો કોઈ ઈલાજ શક્ય નથી.