આ માતાજીના મંદિરમાં પ્રગટે છે પાણીથી દીવો, ચમત્કાર જોવા દુર દુરથી આવે છે લોકો 

આપણા દેશને આસ્થાનો દેશ કહેવામાં આવે છે અને આપણા દેશમાં દરેક ધર્મોને પુરતી સ્વતંત્રતા આપવામાં આવેલી છે. અને તેથી આપણા દેશમાં ઘણા બધા મંદિર, મસ્જીદ, ગુરુદ્વાર અને ચર્ચ આવેલા છે.

જે પોત પોતાના ચમત્કારો માટે ઓળખાય છે અને આપણી સામે ઘણી વાર આ પ્રકારના ચમત્કારો જોવા મળે છે. જેના પર ખુલી આંખોથી પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આજે અમે એક એવાજ મંદિર વિષે જણાવીશું

જેના ચમત્કાર વિશે સાંભળીને તમે પણ હેરાન થઇ જશો, હવે તમે આને માતાનો ચમત્કાર માનો કે પછી બીજું કઈ પરંતુ અહી જે ચમત્કાર થાય છે એ જોઇને લોકોનું માથું શ્રધ્ધાથી નમી જાય છે.

જો કોઈ આપણને કહે કે તેલથી નહિ પરંતુ પાણી થી દીવો પ્રગટાવો તો આપણો જવાબ હશે એ કેવી રીતે શક્ય બને, પરંતુ અહી અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ ત્યાં તેલથી નહિ પરંતુ પાણી થી દીવા પ્રગટવામાં આવે છે.

અને આ ચમત્કારને જોવા માટે દુર દુરથી લોકો જોવા માટે આવે છે. આપણા દેશમાં એક એવું મંદિર છે જ્યાં દીવાની જ્યોત પાણી થી સળગે છે. આ મંદિર મધ્ય પ્રદેશમાં શાહજહાંપુર સ્થિત કાળી સિંધ નદીના કિનારે બનેલું છે,

મધ્ય પ્રદેશના પ્રસિદ્ધ મંદિરને ગાડીયા ઘાટ વાળી માતાનું મંદિર ના નામથી ઓળખવામાં આવે છે. મંદિરમાં પ્રગટવામાં આવતા દીવામાં કાળી સિંહ નદીનું પાણી નાખવામાં આવે છે. દીપકમાં પાણી નાખ્તાની સાથેજ એ ચીપચીપો તરલ પદાર્થ બની જાય છે.

જેનાથી દીવો પ્રગટે છે દોસ્તો માતાનો આ ચમત્કાર જોઇને જે લોકો નાસ્તિક હોય છે તેઓ પણ પોતાનું મસ્તક જુકાવી દે છે. કહેવાય છે કે પહેલાના સમયમાં મંદિરના પુજારીને સપનામાં માતાજી એ પાણીથી દીવા પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી ત્યાં પાણી થી દીવા કરવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer