ગુલાબના ફૂલથી અદૃશ્ય થઈ જાય છે આ રોગો, જાણો તેના ગુણધર્મો..

ગુલાબનું નામ સાંભળતા જ હોઠ પર ખુબજ સરસ સ્મિત આવે છે,  ગુલાબ એક એવું ફૂલ છે જેનો છોડ કાંટાળો છે પણ  ફૂલ એટલું માનનીય છે કે તેને જોઈ ને દરેકનું હૃદય સુગંધિત અને સૌંદર્યથી મોહિત થાય છે. તેના સ્વરૂપ સિવાય,તેમાં કુદરતી ગુણધર્મો પણ અસંખ્ય છે.

આયુર્વેદમાં ગુલાબનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે થાય છે. ગુલાબ એક એવી ઔષધિ છે જેના દ્વારા કેટલાક રોગો જડમૂડ માથી નિકડી જાય છે. એટલા માટે જ આજે અમે તમને ગુલાબ ના ઔષધિક ગુળો વિષે જણાવવા ના છે, જે નીચે મુજબ દર્શાવવા માં આવ્યા છે. તો ચાલો જાણીએ.

જો તમારા મોઢા માં ચાંદા પડતાં હોય તો સૂકા ગુલાબને રાત્રે  પાણીમાં પલાળી રાખો. પછી સવારે પાણીને  ગાળી લો અને તેમાં 2 ચમચી ખાંડ નાખીને પીવો.જો તમે 4 થી 5 દિવસ આવું કરશો તો તમને મોઢા ના ચાંદા મટી જશે. જો તમે આવી રીતે સતત એક મહિનો કરો તો તમને પેટ ના ચાંદા પણ સાવ જડમૂડ માથી નિકડી જશે.

ગુલાબના ઔષધિય ગુણધર્મો પેટની વિકૃતિઓ ભૂંસી નાખે છે. ગુલાબનો રસ, વરિયાળીનો રસ અને ફુદીનાનો રસ મિક્સ કરીને રાખો. આ રસ ને પાણીના 4 ટીપા સાથે પીવાથી પેટના રોગો સમાપ્ત થાય છે. જો તમારે પેટના રોગથી બચવું હોય તો તમારે રોજ જમ્યા પછી 2 ચમચી ગુલકંદ ખાવું જોઈએ.

જો તમને મધ કરડ્યું હોય તો ગુલાબનો રસ અને ચંદનનું તેલ સમાન પ્રમાણમાં મેળવીને તેના પર લગાવવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત, તમે 25 ગ્રામ ગુલાબજળમાં 25 ગ્રામ સરસો નું તેલ  મિક્સ કરો અને શરીરની મસાજ કરો તો તમને શરીર ની ખંજવાળ મટી જાય છે.

10 ગ્રામ ગુલાબની પાંખડી 2 ઇલાયચી સાથે ચાવવાથી માથાનો દુખાવો મટે છે. ગુલાબનું ફૂલ ચાવવાથી પેઢા  મજબૂત બને છે. મોઢા માંથી દુર્ગંધ આવતી હોય તો ગુલાબ ખાવાથી તે પણ વઈ જાય છે. આ રીતે પાયોરિયાની સારવાર કરવામાં આવે છે.

જો તમને કબજિયાત ની સમસ્યા હોય તો ગુલાબ નો રસ પીવો જોઈએ. ગુલાબનો રસ પીવાથી કબજિયાત દુર થાય છે. ગુલાબની થોડી પાંખડી પીસી  અને તેને સમાન પ્રમાણમાં ક્રીમ મિક્સ કરો અને તેને હોઠ પર નિયમિતપણે લગાવો. તેનાથી હોઠનો કાળાશ સમાપ્ત થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer