વર્ષમાં કેટલાક મહિનાઓ અને મહિનામાં કેટલાક દિવસો અને દિવસ માં અમુક સમય ખુબજ મહત્વ પૂર્ણ હોય છે. આ દિવસોમાં જો તમે પવિત્ર બની રહેશો તો ઘણા બધા સંકટોથી દુર રહી શકાય છે. તો ચાલો જાણીએ કે ક્યાં સમયે અને દિવસે અને ક્યાં મહિનામાં એ દિવસો આવે છે જેમાં ધ્યાન રાખવું જોઈએ.
પવિત્ર બની રહેવાનો મતલબ છે કે આ દિવસો દરમીયાન શરાબ,
માસ, અને સહવાસ જેવા કાર્યોથી દુર રહેવું. આ સમયે ભોજન, પાણી, સંભોગ, યાત્રા, ઝઘડો,
નૃત્ય, ગીત, અને વાર્તાલાપ કરવાની મનાઈ કરવામાં આવે છે.
હિંદુ ધર્મ મુજબ દિવસ અને રાત્રીમાં જે સંધ્યાકાળ હોય છે તે સમયે વ્યક્તિએ જાગૃત રહેવું જોઈએ, કારણકે એ સમય સૌથી સંવેદનશીલ હોય છે. સંધ્યાકાળ એટલે જયારે દિવસ અને રાત મળે છે. એવા ૮ સમય હોય છે જયારે કાળ બદલાય છે. તેમાં અવાર અને સાંજ ની સંધ્યા ખુબજ મહત્વની હોય છે.
શું કરવું: આ સમયે ભગવાનની ભક્તિ કરવી, આ સમયે સંધ્યાવદન
અથવા ભગવત પૂજન વગેરે કરવું જોઈએ.
મહિનામાં આ દિવસો દરમિયાન સતર્ક રહેવું: હિંદુ ધર્મમાં મહિનાના બે ભાગ હોય છે, એક શુક્લ પક્ષ અને બીજું કૃષ્ણ પક્ષ. બંને માં તેરસ અને ચૌદસ આવે છે કૃષ્ણ પક્ષમાં અમાવસ અને શુક્લ પક્ષમાં અંતમાં પૂર્ણિમા આવે છે, તેમાં એકાદશીનો પણ સમાવેશ થાય છે. આટલા દિવસો દરમિયાન વ્યક્તિએ પવિત્ર રહેવું જોઈએ.
વર્ષ દરમિયાન ધ્યાનમાં રાખવાના દિવસો: વર્ષમાં ચાર ગુપ્ત નવરાત્રી હોય છે. માતાજીના આ પવિત્ર દિવસો સાધના માટે હોય છે. આ દિવસો દરમિયાન દરેક પ્રકારનો સંયમ અને નિયમ રાખવા જોઈએ. વર્ષના પહેલા મહિનામાં ચૈત્ર નવરાત્રી આવે છે. અષાઢ મહિનામાં બીજી નવરાત્રી આવે છે. ત્યારબાદ અશ્વિન મહિનામાં ત્રીજી નવરાત્રી આવે છે, અને વર્ષના અગિયારમાં મહિનામાં ચોથી નવરાત્રી આવે છે. તેને ઉત્સવની રીતે માનવામાં આવે છે.
તે ઉપરાંત રામનવમી, જન્માષ્ટમી, દિવાળી, શિવરાત્રી, હનુમાન જયંતી, મકર સંક્રાંતિ, ગણેશ ઉત્સવ, તેમજ આખા શ્રાવણ મહિના દરમિયાન પણ પવિત્ર બની રહેવું જોઈએ. કારણકે હિંદુ ધર્મમાં આ મહિનો ખુબજ પવિત્ર માનવામાં આવે છે.