આ સરળ ઉપાય કરવાથી ગણેશજી થઇ જશે પ્રસન્ન, હરી લેશે તમામ દુઃખદર્દ 

ભગવાન ગણેશને વિધ્નહર્તા, સુખકર્તા તેમજ દુખહર્તા દેવ માનવામાં આવે છે. ગણેશની પૂજા કરવાથી જીવનમાં આવવા વાળી પરેશાનીનો અંત થાય છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનની બધી બાધાઓનો અંત થાય છે તમજ જીવનથી રોગોના શત્રુ અને દરિદ્રતાનો અંત થાય છે.

ગણેશજી ની પૂજા અને ઉપસના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધી આવવાની સાથે સાથે બુદ્ધિના આશીર્વાદ પણ મળે છે. આજે અમે આ લેખમાં ગણેશજી પ્રસન્ન કરવા માટે અમુક આસન ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી ગણેશજી પ્રસન્ન થશે.

ઘરમાં રોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાન ગણેશજીનું સ્મરણ કરો. અઠવાડિયાના સાત દિવસોમાં બુધવારનો દિવસ ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. હંમેશા સવારે પથારીથી ઉઠ્યા પછી સૌથી પહેલા ભગવાનની પ્રાર્થના કરો.

ભગવાન ગણેશની આરાધના કરવા માટે શ્રીગણેશ ને સિંદુર, ચંદન, યજ્ઞોપવીત, દુર્વા, લાડુ અથવા ગોળ નો ભોગ ચઢાવો. એની સાથે જ મોદક ભગવાન ગણેશને સૌથી પ્રિય માને છે.

ઘરેથી નકારાત્મક ઉર્જાને દુર કરવા માટે ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની મૂર્તિ લગાવવો. પરિવારના સદસ્યોમાં હંમેશા ઝઘડો કકળાટ તેમજ વિવાદની સ્થિતિ રહે છે તો બુધવાર ના દિવસે ભગવાન ગણેશને દુર્વા ચઢાવો.

એવું કરવાથી પરિવારના સદસ્યોમાં પ્રેમ ભાવ લાગી રહેશે. બુધવારના દિવસે ભગવાન ગણેશજીની સફેદ પ્રતિમા પર ઘી અને ગોળનો ભોગ ચઢાવવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. શિક્ષણમાં આવી રહેલી પરેશાનીનો અંત કરવા માટે ગણેશજીને શમીના પાંદ ચઢાવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer