આ વૃક્ષના પાંદડાના છે અનેક ફાયદાઓ, જેના વિશે સાંભળીને રહી જશો દંગ… જાણો તેના વિશે

કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ હોવાને કરાણે લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. પરંતુ તમે તેનો રસ બનાવીને પણ પી શકો છો. ગુણકારી લીમડાના રસના ફાયદા છે. પરંતુ સ્વાસ્થ્યના સંદર્ભમાં તે ખૂબ ફાયદાકારક છે.

તેના આરોગ્યને લગતા ગુણોના લીધે આયુર્વેદિક દવાઓમાં છેલ્લા ચાર હજાર વર્ષોથી પણ વધુ સમયથી લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. આની મદદથી, ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર કરવાની સાથે સાથે કેટલાય રોગોથી બચી શકાય છે. લીમડાના પાંદડા ભલે કડવા હોય છે, પરંતુ તેમાં ઘણા એવા ગુણો છે, જે ઘણી સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.

લીમડાના વૃક્ષ સરળતાથી ગમે ત્યાં જોવા મળી જાય છે. તેની છાયડો તો દરેકને સારો લાગે છે, પરંતુ જો તેના પાંદડાનો દવા તરીકે ઉપયોગ કરીયે તો તેનાથી ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભો પણ મળે છે. લીમડાના પાન ભલે કડવા હોય પણ તેના ફાયદા અમૃત જેટલા મીઠા હોય છે. પેટ સંબંધી અનેક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે લીમડાના પાન અત્યંત ઉપયોગી છે.

લીમડાના પાનના રસમાં મધ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી પેટ સાફ થાય છે. આ સિવાય પણ લીમડાના પાનના અનેક ફાયદા છે. તેમજ દરરોજ સવારે ખાલી પેટે 5 થી 6 લીમડાના પાન ચાવીને ખાવા તેનાથી પેટની તમામ સમસ્યાઓ દૂર થશે. પેટની સમસ્યા (અમીબીયાસીસ) થાય ત્યારે લીમડાનો એન્ટીબેક્ટેરિયલ ગુણ ફાયદાકારક છે.

લીમડાના પાંદડાં અને હળદરનો પાવડર, સરસવના તેલમાં મિલાવીને પેટ પર લગાવો. દાઝી ગયા હોવ ત્યાં લીમડાનું તેલ અથવા લીમડાનાં પાન પીસીને તૈયાર કરવામાં આવેલી પેસ્ટ લગાવવાથી રાહત મળે છે. લીમડામાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે, તેના કારણે ઈજા થઈ હોય ત્યારે તેનું તેલ લગાવવાથી ટેટનેસની બીક નથી રહેતી.

આ સિવાય જો તમને શરીર પર અથવા ચહેરા પર ફોલ્લીઓ થતી હોય તો લીમડાના પાન, છાલ અને લીંબોડીને એકસરખા પ્રમાણમાં પીસી લો અને પેસ્ટને ત્વચા પર લગાવો. આનાથી સમસ્યાથી છૂટકારો મળશે. લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને પાણી ઠંડુ થાય તો તેનાથી મોઢું ધોઈ કાઢો. આનાથી ખીલની સમસ્યા દૂર થશે.

તેમજ લીમડાના પાંદડાં ને પાણીમાં 1-2 કલાક ઉકાળીને ઠંડુ કરી લો અને આ પાણી સાથે ચહેરો ધુઓ. લીમડાના પાંદડાઓના એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ત્વચાને સાફ કરે છે. લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે. લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સીવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે.

કાનમાં લીમડાનું તેલ નાખવાથી કાનનો દુખાવો અથવા કાનમાંથી પાણી નીકળવાની સમસ્યાથી રાહત મળે છે. તે શિવાય લીમડો દાંત માટે પણ અત્યંત લાભકારક છે. લીમડાના દાતણનો નિયમિત ઉપયોગ કરવાથી કીટાણુનો નાશ થાય છે અને દાંત ચમકદાર રહે છે. આ સિવાય પેઢા મજબૂત થાય છે. તેમજ દાંતોના રોગો સામે લડવામાં લીમડો રામબાણ ઈલાજ છે. ભારતમાં વર્ષોથી લીમડાના પાનનો ઉપયોગ ટુથપેસ્ટ બનાવવામાં કરે છે.

જૉન્ડિસમાં લીમડો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. પિત્તાશયથી આંતરડામાં જતા પિત્તમાં અડચણ આવવાને કારણે કમળો થતો હોય છે. આ રોગમાં લીમડાના પાનના રસમાં સૂંઠ પાવડર મિક્સ કરીને પીવો. અથવા તો 2 ભાગ લીમડાના પાનનો રસ અને 1 ભાગ મધ મિક્સ કરીને પીવાથી પણ ઘણી રાહત થાય છે.

લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1ના માપમાં પીવડાવવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે. પથરીની સમસ્યાથી બચવા માટે લગભગ 150 ગ્રામ લીમડાના પાનને 1 લીટર પાણીમાં ઉકાળો. આ પાણી પીવાલાયક ઠંડુ થાય તો પીઓ. નિયમિત આ પ્રયોગ કરવાથી પથરી નીકળી શકે છે. જો પથરી કિડનીમાં હોય તો રોજ લીમડાના પાનની લગભગ 2 ગ્રામ રાખ પાણી સાથે લો, ફાયદો થશે.

જો વાળ ખરવાની સમસ્યા હોય તો લીમડાના પાનનો લેપ વાળમાં લગાવો. આનાથી વાળ ખરવાની સમસ્યા ઘણી ઓછી થઈ જશે. તેમજ માથામાં જુ નહી થાય. લીમડાના જીવાણુનાશક ગુણધર્મો જુને મારી નાખે છે. લીમડાના પાંદડાઓને પાણીમાં ઉકાળીને તેનાથી માથું ધુઓ. લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. જેનાથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને પાચન સારું રહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer