વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ બુધવારે તમિલનાડુમાં IAF હેલિકોપ્ટર દુર્ઘટનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર દેશના ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકો હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. બેઠક દરમિયાન, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, સરકાર ગુરુવારે રાષ્ટ્રીય શોક જાહેર કરશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને ટોચના સૈન્ય, સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓ બેઠકમાં સામેલ હતા. આ દરમિયાન આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પસંદગી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક પહેલા રાજનાથ સિંહે પીએમ મોદી સાથે અકસ્માત અંગે વાત કરી હતી. તેમણે ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીને પણ દુર્ઘટના સ્થળ પર જવા કહ્યું હતું. આ દરમિયાન સિંહે દિલ્હીમાં રાવતના ઘરે જઈને તેમની પુત્રી સાથે વાત કરી હતી.
મધુલિકા રાવત, બ્રિગેડિયર એલ. લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંઘ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, નાઈક વિવેક કુમાર, નાઈક બી. સાઈ તેજા અને હવાલદાર સતપાલ જનરલ રાવત સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમના સિવાય, દુર્ભાગ્યવશ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં બે પાયલટ, એક ગ્રુપ કેપ્ટન અને એક ગનર હતા.