એમ તો બધા મંદિરો માં ભગવાન ગણેશ ના ગજમુખ સ્વરૂપ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ દર્ક્ષીણ ભારત માં સ્થિત છે એક મંદિર એનો અપવાદ છે. આ છે તમિલનાડુ માં સ્થિત આદિ વિનાયક મંદિર, જ્યાં ભગવાન ગણેશ નો ચહેરો માણસ ના સ્વરૂપમાં છે. આ દુનિયાનું એક માત્ર મંદિર છે જ્યાં ભગવાન ગણેશ ગજમુખી નહિ પરંતુ માણસ ના સ્વરૂપ માં છે.
પિતરો ની નિમિત્ત પૂજન :
તમિલનાડું માં મૌજુદ આ મંદિર એટલું ભવ્ય તો નથી પરંતુ દુર દુર થી અહિયાં ભક્ત આ અનોખી પ્રતિમા ના દર્શન કરવા આવે છે. સાથે જ અહિયાં પિતૃ શાંતિ માટે નદીઓ ના કિનારે પિતરો ની નિમિત્ત પૂજા અને પિતૃ તર્પણ કરવામાં આવે છે. અહીયાની લોક માન્યતા છે કે આ જગ્યા પર ભગવાન શ્રી રામ એ પણ એમના પૂર્વજો ની શાંતિ માટે પૂજા કરી હતી.જે પરંપરા ને લઈને આજે પણ ભક્ત એમના પૂર્વજો ની શાંતિ માટે અહિયાં પૂજા કરવા આવે છે.
ક્યાં છે આ મંદિર :
તમીલનાડુ ના કૂટનૂર થી ૨ કી.મી દુર તિલતર્પણ પૂરી નામ ની એક જગ્યા છે. અહિયાં પર એકમાત્ર મનુષ્ય મુખ વાળું ગણેશ મંદિર સ્થિત છે. આનું નામ આદિ વિનાયક મંદિર છે. આ જગ્યા ના નામ ની પાછળ પણ એક ઊંડો અર્થ છે. તિલતર્પણ પૂરી શબ્દ બે શબ્દોથી મળીને બન્યો છે. તિલતર્પણ નો અર્થ થાય છે – પૂર્વજો ને સમર્પિત કરેલું અને પૂરી નો અર્થ થાય છે – શહેર. અર્થાત આ જગ્યા નું નામ છે એમના પૂર્વજો ને સમર્પિત કરેલું શહેર.
ભગવાન શિવ નું પણ મંદિર:
આ નરમુખી ગણેશ મંદિર ની પાસે જ ભગવાન શિવ નું મંદિર આવેલું છે. આ પણ લોકો ની આસ્થા નું કેન્દ્ર છે.
સરસ્વતી મંદિર પણ છે પ્રખ્યાત :
ભગવાન ગણેશ ના મનુષ્ય રૂપી મુખ માટે તો આ મંદિર પ્રસિદ્ધ છે જ , સાથે જ અહિયાં આવનારા શ્રદ્ધાળુ માં સરસ્વતી મંદિર માં પણ જરૂર દર્શન કરે છે. જણાવવામાં આવે છે કે આ મંદિર નું નિર્માણ કવિ ઓટ્ટકુઠાર એ કરાવ્યું હતું.