ભારત દેશની અંદર અનેક એવા પ્રાચીન મંદિરો આવેલા છે જેની અંદર અનેક પ્રકારના એવા રહસ્યમય વસ્તુઓ છે જેના વિશે કોઈ પણ મનુષ્ય વિચારી પણ ન શકે. ભારત દેશની અંદર આવેલા મોટા ભાગના મંદિરો પાછળ અમુક વિશેષ પ્રકારના રહસ્યો છુપાયેલા હોય છે. આજે અમે જણાવીશું મધ્યપ્રદેશની અંદર આવેલા એવા જ એક મંદિર વિશે કે જેના દીવાની જ્યોત માંથી નીકળે છે કેસર. જે મંદિરની અમે વાત કરી રહ્યા છીએ તે મંદિરનું નામ છે આઈ જી માતાનું મંદિર.
મધ્યપ્રદેશની અંદર આઈજી માતાજીનું મંદિર આવેલું છે કે જેની અંદર છેલ્લા 550 વર્ષથી ઘીની અખંડ જ્યોત પ્રગટી રહી છે. આ જ્યોતની ખાસ વાત એ છે કે તે જ્યોત માંથી કેસર ટપકે છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈપણ દીવાને સળગાવવામાં આવે છે ત્યારે તેની ઉપર કાળા રંગનો પદાર્થ નીકળે છે. પરંતુ આ મંદિરની વિશેષતા એ છે કે તેમાંથી કેસર નીકળે છે.
ત્યાંના લોકોની એવી શ્રદ્ધા છે કે આ જ્યોતના દર્શન કરવાથી લોકોની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. અંદાજે વર્ષ 1456 માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અને ત્યારથી લઈને અત્યાર સુધી ભક્તો આ મંદિરની અંદર પૂજા-અર્ચના કરે છે તથા ભક્તિભાવથી ત્યાં દર્શન કરવા આવે છે. અહીંયાના લોકોની એવી માન્યતા છે કે આ મંદિરની અંદર ચાલી રહેલી અખંડ જ્યોત માંથી જે કેસર નીકળે છે. તે કેસર જો કોઈ પણ વ્યક્તિ પોતાના આંખમાં લગાવી લે તો તેના કારણે આંખને લગતા દરેક રોગ દૂર થઈ જાય છે.
માન્યતા અનુસાર દિવાન વંશના રાજા માધવ જ્યારે અચાનક ગાયબ થઈ ગયા હતા. ત્યારે માતા તેને ગોતવા માટે નીકળી હતી અને રાજા માધવ માતાને આ જગ્યાએ મળ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી હજી આ જગ્યાએ માતા બિરાજમાન છે. અને આ જગ્યાએ માતાજીની અંદાજે 550 વર્ષથી એક અખંડ જ્યોત શરૂ કરવામાં આવી છે. લોકોની માન્યતા એવી છે કે આ અખંડ દિપક માંથી નીકળતી જ્યોત માંથી કેસર નીકળે છે. આ ઉપરાંત એવી માન્યતા પણ છે કે જો કોઈપણ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી માતાના મંદિરે દર્શન કરવા આવે તો તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે.