આપની આસપાસ થતી ઘટનાઓ આપણી સાથે જોડાયેલી હોય છે. ઘણાબધા લોકો આવી ઘટનાઓ ને ધ્યાનમાં નથી લેતા, જે આપણા માટે સારું હોતું નથી. આપણી આસપાસ થતી ઘટનાઓ આપણાં જીવન માં આગળ શું થવાનું છે તેના વિષે જણાવે છે.
તમારે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તેની તરફ ધ્યાન આપવું જ જોઇએ. જો તમે આવું કરશો તમારી સાથે ભવિષ્યમાં શું થવાનું છે તેની તમને પહેલાથી જ જાણ થઈ જશે. જો નીચે જણાવેલ વસ્તુઓ તમારી સાથે થાય છે. તો સમજો કે તમારું ભાગ્ય ખુલ્યું છે અને તમને દરેક કાર્યમાં પ્રગતિ પણ મળશે.
જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જતા હોવ અને અચાનક તમને દૂધથી ભરેલું કન્ટેનર દેખાય તો તે તમારા માટે શુભ સંકેત છે. દૂધના ડબ્બાના દેખાવનો અર્થ એ છે કે તમે જે કાર્ય કરવા જઇ રહ્યા છો તે કાર્યમાં તમને સફળતા મળશે અને તમારો દિવસ ખૂબજ સારો રહેશે.
જો તમને અગાસી ઉપર જાવ અને તમને કેરી નું ગોથલૂ દેખાઈ તો એ તમારા માટે ખુબજ સારો સંકેત માનવમાં આવે છે. એવું કહેવામા આવે છે કે અગાસી ઉપર કેરીનું ગોથલૂ દેખાઈ તો તમારા અટકેલાં કામ પૂરા થઈ જાય છે અને તમે જે કામ કરવા જશો એ કામ માં કોઈ પણ મુશ્કેલીઓ નહીં આવે.
ગોથલૂ દેખાવાનો હજુ એક સંકેત એ પણ છે કે તમે વિદેશ માં પ્રવાશ કરી શકસો. જો તમારી કોઈ ચાંદીની વીંટી અથવા સિક્કો અચાનક ભૂલથી ક્યાંક પડી જાય છે તો તે તમારા માટે સારો સંકેત ગણવામાં આવે છે. ચાંદી ની વસ્તુ ભૂલથી ક્યાય પડી જાય તો સમજો જે દેવી લક્ષ્મી તમારા ઉપર ખુબજ પ્રસન્ન છે, તો વેલામોડી તમારા ઉપર પૈસા ની વર્ષા થવાની છે.
એ ઉપરાત જો તમને વારમવાર રસ્તા માથી પૈસા મળતા હોય તો દેવી લક્ષ્મી તમને આ ઉપર થી તમને કહેવા માગે છે કે તે તમારા ઘરમાં ક્યારેય પણ પૈસા ની અછત નહીં થવા દેય અને તમારા ઘર ના વ્યક્તિઓ ને હમેશા ખુશ રાખસે.