જાણો માતાજીની આરતી કરતા સમયે જો દીવો ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ

રૂમઝુમ કરતાં નવલા નોરતા શરૂ થઈ ચુક્યાં છે. નવ દિવસ માતા આરાસુરીને ભજવાનો અનેરો અવસર છે. આ નવ દિવસ ભક્તો માતાની ખુબજ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે પૂજા અર્ચના કરે છે. નવ દિવસ માતાજીની ભાવપૂર્વક આરતી ઉતારવામાં આવે છે માતાને નૈવેદ્ય ધરાવવામાં આવે છે.

કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે પૂર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કારણે આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા વગેરે કર્મ જ્યા સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દીવો સળગતો રહેવો જોઈએ.

અહી જાણો જો પૂર્ણ સાવધાની રાખવા છતા પણ જો દીવો ઓલવાઇ જાય તો શું કરવુ જોઈએ?

જો કોઈ કારણસર દીવો ઓલવાઇ જાય છે તો એવુ માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આવી રહી છે તેમાં કોઈ બાધા ઉત્પન્ન થઈ શકે છે. સાથે એ પણ સંકેત હોઈ શકે કે તમારા દ્વારા પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય. તેથી ઈશ્વર પાસે પોતાની ક્ષમા યાચના કરવી જોઈએ.

આરતી કરતી વખતે જો દીવો ઓલવાઇ જાય છે તો ભગવાન પાસે ક્ષમા માંગીને ફરીથી દીપક પ્રગટાવીને આરતી કરવી જોઈએ. સાથે જ જે કાર્ય માટે પૂજા કરવામાં આવી રહી છે એ કાર્યને કરતી સમયે પૂર્ણ સાવધાની રાખવી જોઈએ. નહી તો સફળતા પ્રાપ્ત કરવી વધુ મુશ્કેલ થઈ શકે છે.

દીવો તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો :
આરતી માટે દીવો તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે દીવામાં પુરતું ઘી કે તેલ હોય. દીવાની જ્યોત જે રૂમાંથી બનાવવામાં આવે છે એ પણ સારી રીતે બનાવવી જોઈએ. આ સાથે જ પૂજા અર્ચના કરતી વખતે એ ક્ષેત્રમાં પંખો કે કુલર વગેરે પણ ન ચલાવવા જોઈએ કારણકે વધારે હવાથી દીવો ઓલવાઇ જાય છે. પૂજન કાર્યમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ભગવાનની આરાધના પહેલા પોતાને પણ પવિત્ર કરી લો. તો તમે પણ રાખશો થોડું ધ્યાન તો ભગવતીની આરાધના થશે પૂર્ણ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer