જાણો આશાપુરા માતાના મંદિરનો મહિમા

ગુજરાતની ધરતી પર મંદિરો અને ધામોનું ખાસ મહત્વ છે. આશાપુરાને કચ્છની કુળદેવી માનવામાં આવે છે અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોમાં વિશ્વાસ છે. પ્રધાનમંત્રી એ મંદિરમાં લગભગ ૨૦ મિનીટ સુધી પૂજા-અર્ચના પણ કરી હતી. આવો જાણીએ આ મંદિરનો ઈતિહાસ અને એનું મહત્વ જેના કારણથી પીએમ મોદી એ પણ આ મંદિરમાં દર્શન કર્યા પછી તેણે પોતાના ચુનાવી પ્રવાસનું શ્રી ગણેશ કર્યું.

આશાપુરા માતાને ઘણા સમુદાયો દ્વારા કુળદેવીના રૂપમાં માનવામાં આવે છે, અને મુખ્ય નવાનગર, રાજકોટ, મોરબી, ગોંડલ બારિયા રાજ્યના શાસક વંશ ચોંહાણ, જાડેજા, રાજપૂત, કચ્છની કુળદેવતા છે. ગુજરાત માં આશાપુરા માતા ના મુખ્ય મંદિર કચ્છ માં માતા નો મઢ પર સ્થિત છે. ત્યાં કચ્છના ગોસર અને પોલાદિયા સમુદાયના લોકો પણ આશાપુરા માતાને કુળદેવતા માને છે.

૧૪મિ શતાબ્દી માં નિર્મિત આશાપુરા માતા મંદિર જાડેજા રાજપૂતો ની પ્રમુખ કુળદેવી આશાપુરા માતા ને સમર્પિત છે. આ મંદિર નું નિર્માણ જાડેજા સામ્રાજ્ય ના શાશ્ન્કાલ દરમિયાન કરવામાં આવ્યું હતું. આશાપુરા દેવી માં ને અન્નપુર્ણા દેવી નો અવતાર માનવામાં આવે છે. આશાપુરા દેવી માં ને પ્રતિ શ્રધાળુઓ ની ઊંડી આસ્થા છે.એવી માન્યતા છે કે આશાપુરા દેવી માં થી કોઈ પણ મન્નત માંગે છે જે જરૂર પૂરી થાય છે. ગુજરાત માં ઘણા બીજા સમુદાય પણ આશાપુરા દેવી ને પોતાની કુળદેવી ના રૂપે પૂજે છે.

આ મંદિર ને પ્રાચીન સમયમાં ઘણીવાર નુકશાન થયું છે. પહેલી વાર ૧૮૧૯ માં અને બીજી વાર ૨૦૦૧ માં આવેલા ભુંકપથી મંદિર નું નુકશાન થયું હતું.મંદિર ની ભીત માં ૬ ફૂટ ઉંચી લાલ રંગ ની આશાપુરા માતા ની મૂર્તિ સ્થાપિત છે. પુરા વર્ષ માં શ્રદ્ધાલુ માતા ના દર્શન માટે મંદિર માં જાય છે.નવરાત્રી દરમિયાન આ મંદિર માં ખુબ ભીડ જોવા મળે છે. આશાપુરા દેવી માં નો ઉલ્લેખ પુરાણો અને રૂદ્રયમલ તંત્ર માં પણ મળે છે.આ મંદિર માં પૂજા ની શરૂઆત ક્યારે થઇ,એનું કોઈ પાક્કું પ્રમાણ તો નથી મળતું પરંતુ ૯મિ સદીમાં સિંહ પ્રાંત ના રાજપૂત સમ્મા વંશ ના શાશનકાળ દરમિયાન આશાપુરા દેવી ની પૂજા થતી હતી.તેના પછી ઘણી વખત અને સમુદાયો એ પણ આશાપુરા દેવી ની પૂજા કરવાની શરૂ કરી દીધી હતી.

રાજસ્થાનમાં પોખરણ, માદેરા અને નાડોલમાં આશાપુરા માતાનું મંદિર છે, આ મંદિર શ્રધાળુઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer