જાણો આસ્તિક બાબા મંદિર ના ચમત્કાર વિશે કહેવાય છે અહી મડદા પણ થઇ જાય છે જીવતા

આપણા દેશને આસ્થાનો દેશ માનવામાં આવે છે અને આપણા દેશમાં ઘણા બધા મંદિરો પણ આવેલા છે, તમે ઘણા બધા મંદિરો વિશે સાંભળ્યું હશે જ્યાં લોકોની દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે. આજે એ જ ક્રમમાં એક એવા અનોખા મંદિર વિશે જણાવીશું.

જેના વિશે કહેવામાં આવે છે કે ત્યાં ગયા પછી મડદા પણ જીવતા થઇ જાય છે. અને થોડા ટાઇમ માટે મરેલા વ્યક્તિમાં જીવ આવી જાય છે. મિત્રો આ વાત આસાનીથી માનવામાં આવે એવી તો બિલકુલ નથી પરંતુ આ એકદમ સાચી હકીકત છે. અહી વર્ષોથી લોકોની આસ્થા જોડાયેલી છે.

જેના કારણે લોકોની અહી ખુબજ ભીડ પણ રહે છે. અહી ઘણા બધા લોકો દર્શન માટે આવે છે. આ મંદિર ઉત્તર પ્રદેશમાં રાયબેલીથી થોડે દુર આવેલું છે. આ મંદિરનું નામ આસ્તિક બાબા મંદિર છે. જે લાલપુર ગામમાં આવેલું છે. કહેવાય છે કે જે કોઈ વ્યક્તિને સાપ કરડી જાય અને તરત જ તેને અહી લાવવામાં આવે તો તેનો જીવ બચાવી શકાય છે. અને એવું પણ કહેવામાં આવે છે કે આવી રીતે અહી ઘણા બધા લોકોનો જીવ બચાવમાં આવે લો છે. અહી પહેલા એક આસ્તિક મુની સાધના કરતા હતા અને અહી હાલમાં હજી પણ એક હવાન કુંડ છે.

જેના વિશે એવું કહેવામાં આવે છે કે અહી મુની હવન કરતા હતા. મિત્રો ચોકાવનારી વાત તો એ છે કે આપણે આજ સુધી એ જ સાંભળ્યું હશે કે લોકો મંદિરમાં ફૂલ ચડાવે છે પરંતુ આ મંદિરમાં ફૂલ નહિ લાકડા ચડવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer