ગોસ્વામી તુલસીદાસ દ્વારા મહાકાવ્ય શ્રી રામચરિત માંસ ના લંકાકાંડ માં બાલી પુત્ર અંગદની સભામાં રાવણને સીખ આપતા જણાવ્યું હતું કે ક્યાં એવા દુર્ગુણ છે જે મનુષ્યને મૃતકની સમાન માને છે. બની શકે કે તમે પણ આ પ્રકાર ના લોકો માંથી કોઈ એકમાં સમાવેશ થતો હોય.
जौं अस करौं तदपि न बड़ाई। मुएहि बधें नहिं कछु मनुसाई॥ कौल कामबस कृपिन बिमूढ़ा। अति दरिद्र अजसी अति बूढ़ा॥1॥ सदा रोगबस संतत क्रोधी। बिष्नु बिमुख श्रुति संत बिरोधी॥ तनु पोषक निंदक अघ खानी जीवत सव सम चौदह प्रानी॥2॥
ચાલો જાણીએ કે આ ચોપાઈ માં એવા ક્યાં દુર્ગુણ જણાવામાં આવેલ છે. જેમાંથી કોઈ એક પણ દુર્ગુણ જો કોઈ વ્યક્તિની અંદર હોય તો એ મૃતક સમાન ગણાય છે. ૧. વામમાર્ગી : તેને આ દોરમાં કૌલા કહેવામાં આવે છે.
કૌલા એટલે તાંત્રિકોનો માર્ગ. જાદુ, તંત્ર, મંત્ર, અને ટોના ટોટકામાં વિશ્વાસ કરનાર લોકો પણ કૌલ હોઈ શકે છે. કોલ અથવા વામન નો અર્થ એ થાય છે કે જે લોકો પૂરી દુનિયાથી ઉંધા ચાલે. ૨. કામુક : ચોપાઈમાં કામબશ લખ્યું છે.
કામ નો અર્થ ભોગ અને સંભોગ બંને થાય છે. ઘણા બધા લોકો માટે પોતાના જીવનમાં સેક્સ જ ખુબ મહત્વનું હોય છે. કહેવાય છે કે અત્યંત ભોગી, વિલાસી અને કામવાસનામાં લિપ્ત રહેનાર વ્યક્તિ ધીરે ધીરે મોતના મો માં ચાલ્યો જાય છે.
આવા વ્યક્તિ સમયની પહેલા વૃદ્ધ થઇ જાય છે. અને તેને દરેક પ્રકારના રોગો ઘેરી લે છે. આવા વ્યક્તિની મનની ઈચ્છા ક્યારેય પૂર્ણ નથી થતી. ૩. કૃપણ : કૃપણ એટલે કંજૂસ થાય છે. તેની ચામડી ભલે બળી જાય પરંતુ એ પૈસા નથી કાઢતો.
આવા વ્યક્તિઓ દ્વારા ધનનો ઉપયોગ ના તો એ કરી શકે છે અથવાતો ના તેના પરિવારના લોકો કરી શકે. અતિ કંજૂસ વ્યક્તિને મૃતક માનવામાં આવે છે. ૪. વિમૂઢ : વિમૂઢ ને અંગ્રેજીમાં કન્ફયુઝ કહેવાય છે.
તેને ભ્રમિત વ્યક્તિ પણ કહેવામાં આવે છે. તેને પોતાના વિચારો પર દ્રઢ ના રહેનાર વ્યક્તિ કહેવામાં આવે છે. આવા વ્યક્તિ મુર્ખ હોય છે. આવા વ્યક્તિ પોતાના નિર્ણય જાતે નથી લઇ શકતા. તેની જિંદગીના નિર્ણય કોઈ બીજા લેતા હોય છે.
૫. વૃદ્ધ વ્યક્તિ : ખુભ વૃદ્ધ વ્યક્તિ પણ મૃત સમાન હોય છે, કારણકે તે અન્ય લોકો પર નિર્ભર હોય છે. જો તમારા શરીર અને બુદ્ધિ બંને એ કામ કરવાનું બંધ કરી દીધું છે અને તો પણ તમે જીવિત છો તો આવા જીવનનો શું મતલબ. આવા વૃદ્ધ વ્યક્તિના મૃત્યુ માટે તેના પરિજનો જ તેના મૃત્યુની કામના કરે છે.
૬. સંતત ક્રોધી : હંમેશા ક્રોધમાં રહેતા લોકોને તુલસીદાસ જી એ સંતત ક્રોધી કહ્યા છે. દરેક નાની મોટી વાતમાં જે લોકોને ગુસ્સો આવી જાય એ લોકો પણ મૃતક સમાન છે. ક્રોધી વ્યક્તિને પોતાના મન અને બુદ્ધિ બંને પર નિયંત્રણ નથી હોતું. અને આવા વ્યક્તિને જીવિત નથી માનવામાં આવતા.