ભગવાનને અલગ અલગ રીતે અભિષેક કરવામાં આવે છે અને ખાસ કરીને ભક્તો શ્રાવણ માસ દરમિયાન શિવજીને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે અભિષેક કરતા હોય છે તો આજે અને જણાવીશું અભિષેકના અલગ અલગ પ્રકાર અને તેનાથી થતા ફાયદા વિશે.
ભગવાન શિવજીનું પૂજન જળ દૂધ દહી ઘી ખાંડ અત્તર ચંદન કેસર ભાંગ અને બધી વસ્તુઓને એક સાથે મિક્સ કરીને કે એક એક કરીને ચઢાવી શકો છો શિવ પુરાણ મુજબ આ વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. શિવ પૂજનમાં શિવજીને પ્રિય આ વસ્તુઓથી અભિષેક કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ કઈ વસ્તુ ચઢાવવાથી કઈ મનોકામના પૂર્ણ થશે તેની માહિતી
1. શ્રાવણ મહિનામાં શિવ મંત્રોનુ ઉચ્ચારણ કરતા શિવલિંગ પર જળ થી અભિષેક કરવાથી વ્યક્તિનો સ્વભાવ શાંત થાય છે. અને વ્યવ્હારમાં પ્રેમ જન્મે છે.
2. શ્રાવણ મહિનામાં શિવજીનો મધથી અભિષેક કરવાથી વાણીમાં મીઠાશ આવે છે.
3. શ્રાવણ મહિનામાં શિવજીનો ગાયના દૂધથી અભિષેક કરવાથી વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્યનો આશીર્વાદ મળે છે.
4. શ્રાવણ મહિનામાં શિવજીને દહીનો અભિષેક કરવાથી વ્યક્તિના સ્વભાવ ગંભીર થવા માંડે છે.
5. શ્રાવણ મહિનામાં શિવજી પર ગાયના શુદ્ધ ઘી નો અભિષેક કરવાથી વ્યક્તિને શરીમાં દિવ્ય શક્તિનો સંચાર થાય છે
6.શ્રાવણમાં શિવજીનો ચંદનના સુગંધિત અત્તરથી અભિષેક કરવાથી વ્યક્તિના વિચાર પવિત્ર થવા માંડે છે
7. શ્રાવણ મહિનામાં શિવજીનો શુદ્ધ ચંદનથી અભિષેક કરવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ આકર્ષક થવા માંડે છે અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય છે.
8. શ્રાવણ મહિનામાં શિવજીનુ શુદ્ધ કેસર થી અભિષેક કરવાથી સોમ્યતા આવે છે.
9. શ્રાવણ મહિનામાં શિવજીનુ ગંગાજળથી અભિષેક કરી ભાંગનો ભોગ લગાવવાથી વ્યક્તિના મનનાં વિકાર અને ખરાબીઓ દૂર થવા માંડે છે.
10. શ્રાવણ મહિનામાં શિવજીનો ખાંડથી અભિષેક કરવાથે સુખ અને સમૃદ્ધિમાં વધારો થવા માંડે છે.
આ બધી વસ્તુઓથી અભિષેક કર્યા પછી શિવલિંગ પર ચંદન ચોખા બિલીપત્ર આંકડાના ફુલ અને ધતુરો ચઢાવો. વિધિપૂર્વક પૂજન કરો ધૂપ અને દીપથી આરતી કરો.