ગેસ, એસિડિટી, પેટનો દુખાવો અને બળતરા જેવી અનેક સમસ્યાઓ દૂર કરવાના ઘરેલૂં ઉપાયો..

આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી ઉમ્રના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. કબજિયાતના કારણે શરીરમાં ગેસ, એસિડિટી, પેટનો દુખાવો અને બળતરા જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. જેથી આજે અમે તેને દૂર કરવાના ઘરેલૂં ઉપાયો બતાવી રહ્યા છીએ.

કબજિયાત માટે મિત્રો અમુક આયુર્વેદિક ઉપચાર પણ છે, અને જેનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે, અને સૌથી સારી વાત એ છે કે તેની કોઈ આડ અસર નથી.  કબજિયાત એટલે એક જગ્યાએ લાંબા સમય સુધી કામ કરવાની અને બેસવાની તેમજ શારીરિક ગતિવિધિઓના ઉણપના કારણે કબજિયાતની સમસ્યા આજકાલ વધતી જઈ રહી છે.

કબજિયાત ના લક્ષણોમાં એક અઠવાડિયામાં ત્રણથી ઓછી વખત મળ ત્યાગ કરવો અને મળ ત્યાગ માટે તણાવ એવો અનુભવ થવો જેમ કે તમારા મળાશયમાં અટકાવ જે મળ ત્યાગને અટકાવે છે, એવો અનુભવ થવો જેને કબજિયાત કહી શકાય છે. ડોક્ટર મુજબ ઘી આપણા શરીરને ચિકાસ આપવા અને આંતરડાને સાફ કરવામાં ખૂબ જ ઉપયોગી છે.

તે અપ સિસ્ટના સંચાલનમાં સુધારો કરે છે અને કબજિયાત જોખમને ઘટાડે છે. ઘી બ્યુટેરિક એસિડ એક સારો સ્ત્રોત છે. તેના સેવનથી આંતરડાનું મેટાબોલીઝમ સારું થાય છે અને મળ ગતિમાં મદદ મળે છે, અને કબજિયાતથી છુટકારો મેળવવા માટે ખૂબ જ સારો ઉપચાર છે.

 

Leave a reply:

Your email address will not be published.

Site Footer