અધિક શાહ હાઉસમાં ઘર જમાઈ બનીને રહેશે, તો બીજી બાજુ વનરાજ પાખી ને માફ કરશે….

અનુપમા સિરિયલના આગામી એપિસોડમાં રસપ્રદ ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળશે.એવું લાગે છે કે અનુજે વનરાજ સાથે સારો વ્યવહાર કરવાનું નક્કી કર્યું છે.

જ્યાં તે રિવર્સ સાયકોલોજી લાગુ કરવાનું નક્કી કરે છે. પાખી વનરાજની સામે માફી માંગવાનો પ્રયત્ન કરે છે પણ બધું વ્યર્થ જાય છે. જ્યારે અનુજ વનરાજને તેના બિઝનેઝના કામ માટે મુંબઈ જવા માટે કહે છે, ત્યારે વનરાજ તેની બેગ પેક કરવા માટે સંમત થાય છે.દરેકને ખૂબ જ આશ્ચર્ય થાય છે અને ભાવુક થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)


હવે અનુપમા વનરાજને પાછા લાવવા માટે પાખીને સપોર્ટ કરે છેં.પરંતુ પાખી એક ગીત ગાવાનું શરૂ કરે છે જે તેના બાળપણની યાદો સાથે સંબંધિત છે જે વનરાજને વધુ લાગણીશીલ બનાવે છે.

અનુપમા પાખીને ટેકો આપે છે અને વનરાજને પાખી પ્રત્યેના તેના પ્રેમ વિશે અને એ પણ સમજાવે છે કે તે તેની પુત્રીને તેના જન્મથી કેટલો પ્રેમ કરે છે. તમે જોશો કે કેવી રીતે પાખી આખરે વનરાજની માફી માંગે છે અને તેને પાછો જીતી લે છે.શોમાં આગળ શું થાય છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

આપણે બધાએ અનુપમાનો નવો પ્રોમો જોયો છે. જ્યાં અનુપમા અધિક અને પાખીને ધક્કો મારીને ઘરની બહાર ફેંકી દે છે, જ્યાં તે કોઈનું સાંભળતી નથી. હવે આગળ શું થશે? અધિક અને પાખી તેમની બેગ પેક કરીને નીકળી જાય છે.

જ્યારે વનરાજે તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા ત્યારે તેમને કાપડિયા હાઉસમાં આશરો મળ્યો હતો. જ્યાં પાખી સ્વાર્થી બનીને લક્ઝરી લાઈફ માણવા લાગે છેં. હવે અનુપમા તેને ઘરની બહાર ફેંકી દે છે જે જોઈને વનરાજનું હૃદય પીગળી જાય છે.

હવે અધિક અને પાખી વનરાજના શાહ હાઉસમાં આશરો લઈ શકે છે. શું અધિક અને પાખી ફરી એકવાર શાહ હાઉસમાં આશરો લેશે? શું વનરાજ અધિકને ઘર જમાઈ તરીકે તેની સાથે તેની છત નીચે રહેવા દેશે? આ સમગ્ર મામલે બરખા કેવી પ્રતિક્રિયા આપશે?અનુપમા સિરિયલમાં શું નવો ટ્વિસ્ટ આવે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer