જાણો કોણ છે મેહુલ બોઘરા? સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત એવા એડવોકેટનું માત્ર નામ સાંભળીને કર્મચારીઓમાં…

હાલમાં લગભગ બે દિવસ પહેલા બનેલી એક ઘટના ના પડઘા સમગ્ર ગુજરાતની અંદર સંભળાઈ રહ્યા છે. આમ તો અવારનવાર સુરત કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં આવતું હોય છે. હાલમાં મીડિયા હોય કે ન્યુઝ પેપર હોય ચારે બાજુ એડવોકેટ મેહુલાની ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ એડવોકેટ મેહુલાની ઉપર ટીઆરપી સુપરવાઇઝર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇને આજના સમયમાં યુવાનોની અંદર ખૂબ જ વધારે રોષ ફાટી નીકળ્યો છે.

એડવોકેટ મેહુલ પ્રોગ્રામ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે પ્રખ્યાત છે, અને ત્રણ લાખથી પણ વધારે લોકો તેને ફોલો કરી રહ્યા છે. તેમજ અત્યારે તેઓ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે અમુક લોકોને જાણકારી નહીં હોય કે મેહુલ બોઘરાં કોણ છે??, ચાલો જાણીએ એડવોકેટ મેહુલ બોઘરા કોણ છે ??,

હાલમાં જ સુરતની અંદર આવેલા સરકાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સાજન ભરવાડ નામના ટી.આર.બી સુપરવાઇઝર દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, આ જીવલેણ હુમલા ના દ્રશ્યો એડવોકેટ મેહુલએ પોતાના facebook લાઈવ ઉપર આપણે સૌ કોઈ લોકોને જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટી માત્રામાં વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ જ વધારે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

મોટી સંખ્યામાં એડવોકેટ મેહુલ બોઘરા ના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે ઘણી બધી કાર્યવાહી ચાલી રહી છે. મેહુલ બોઘરા સૌરાષ્ટ્રની અંદર આવેલા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીપળી ગામના વતની છે અને તેઓ સુરતની અંદર આવેલા યોગીચોક વિસ્તારની અંદર રહે છે. મેહુલ બોઘરાએ બીકોમ કર્યા પછી વડોદરામાંથી એલએલબી કરીને સુરતની અંદર ક્રિમિનલ પ્રેક્ટિસ કરી રહ્યા છે.

મેહુલ બોઘરા છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રની અંદર ચાલતી લાપરવાહીની સામે એક પડકારરૂપ અવાજ બનીને ઉઠી રહ્યા છે. તેમજ જો કોઈ અધિકારીઓ અથવા તો કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારનો કાયદાકીય ભંગ થાય છે અથવા તો કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે મેહુલ બોઘરા સોશિયલ મીડિયા ઉપર તેને જાહેર કરવાનું કામકાજ શરૂ કર્યું હતું.

એડવોકેટ મેહુલ બોઘ્રાનુ માત્ર એટલો જ ઉદ્દેશ્ય છે કે, કાયદો અને પ્રશાસન દરેક લોકો માટે સન્માન રહે અને એકસરખું કાર્ય કરે. એડવોકેટ મેહુલ બોઘરા અવારનવાર તમે સોશિયલ મીડિયા ઉપર તેમના વિડિયો ના માધ્યમ દ્વારા તમે જોયા હશે. અવારનવાર તેઓ તંત્ર અને સરકારી કાર્યો ની અંદર ચાલતી લાપરવા ની સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ નો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ કરીને તે લોકોને ઉઘાડા પાડે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer