અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતમાં મોટો ધડાકો, વિસ્ફોટમાં 12 ના મોત

અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતમાં શુક્રવારે મોટો ધડાકો થયો. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર વિસ્ફોટ શિયા મસ્જિદ પાસે થયો હતો.

હાલ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ પહેલા 3 ઓક્ટોબરે કાબુલમાં એક મસ્જિદની બહાર જીવલેણ વિસ્ફોટ થયો હતો, જેમાં 5 નાગરિકો માર્યા ગયા હતા.

તાલિબાન અધિકારીએ કહ્યું કે આ લોકો મસ્જિદમાં સંગઠનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદની માતાના નિધન પર શોક કરવા માટે ભેગા થયા હતા. જોકે આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી, પરંતુ શંકા ઇસ્લામિક સ્ટેટ જૂથ પર ગઈ, જેણે ઓગસ્ટમાં કાબુલ કબજે કર્યા બાદ તાલિબાન સામે હુમલાઓ તીવ્ર બનાવ્યા છે.

જો કે, તે વિસ્ફોટના કલાકો પછી, તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાનીમાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણા પર હુમલો કરીને તેમના લોકોના મોતનો બદલો લીધો અને ઘણા આતંકવાદીઓને મારી નાખ્યા.

મુજાહિદે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે તાલિબાન દળોએ કાબુલની ઉત્તરે ખૈર ખાનામાં ઇસ્લામિક સ્ટેટ કેન્દ્ર પર હુમલો કર્યો. જોકે, તેમણે એ નથી કહ્યું કે કેટલા IS આતંકીઓ માર્યા ગયા છે. અને આ દરમિયાન કોઇ તાલિબાન લડવૈયાઓ પણ ઘાયલ થયા હતા?

નિષ્ણાતોના મતે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી રવિવારના બ્લાસ્ટ હુમલા સૌથી ખતરનાક હતા. અગાઉ 26 ઓગસ્ટે ઇસ્લામિક સ્ટેટ જૂથે આ ભયાનક હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 169 થી વધુ અફઘાન અને 13 અમેરિકન સૈનિકો કાબુલ એરપોર્ટની બહાર માર્યા ગયા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer