યજ્ઞની આગની ચારેય તરફ ફરવાને ફેરાના નામથી ઓળખવામાં આવે છે. આમ તો શાસ્ત્રો અનુસાર, યજ્ઞામગ્નિની ચાર પરિક્રમાઓ કરવાનું વિધાન છે પરંતુ લોકાચારથી સાત પરિક્રમાઓ કરવની પ્રથા ચાલે છે. આ સાત ફેરા વિવાહ સંસ્કારના ધાર્મિક આધાર હોય છે. તેને અતૂટ વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. વિવાહના અવસર પર યજ્ઞાગ્નિની પરિક્રમા કરતા વર-વધૂ મનામાં એવી ધારણા કરે છે કે અગ્નિ દેવની સામે દરેકની ઉપસ્થિતિમાં અમે સાત પરિક્રમા કરતા આ શપથ લઇએ છીએ કે અમે બન્ને એક મહાન પવિત્ર ધર્મ બંધનમાં બંધાઇએ છીએ. આ સંકલ્પને નિભાવવા અને ચરિતાર્થ કરવામાં અમે કોઇ અસર બાકી રાખીશું નહીં.
અગ્નિની સામે આ રિવાજ એટલા માટે પૂરો કરવામાં આવે છે કારણકે એક તરફ અગ્નિ જીવનનો આધાર છે તો બીજી તરફ જીવનમાં ગતિશીલતા અને કાર્યની ક્ષમતા તથા શરીરને પુષ્ટ કરવાની ક્ષમતા દરેક વસ્તુ અગ્નિ દ્વારા આવે છે. આધ્યાત્મિક સંદર્ભોમાં અગ્નિ પૃથ્વી પર સૂર્યનું પ્રતિનિધિ અને સૂર્ય જગતની આત્મા તથા વિષ્ણુનું રૂપ છે.
અગ્નિની સામે ફેરા લેવાનો અર્થ છે, પરમાત્માની સમક્ષ ફેરા લેવા. અગ્નિ આપણા દરેક પાપોને સળગાવીને નષ્ટ કરી દે છે. જીવનમાં પવિત્રતાની સાથે એક મહત્વપૂર્ણ કાર્યનું આરંભ અગ્નિની સામે જ કરવાનું દરેક રીતે ઉચિત છે. વર-વધૂ પરિક્રમા ડાબીથી જમણી તરફ ચાલીને પ્રારંભ કરે છે. પ્રથમ ચાર પરિક્રમામાં વધૂ આગળ રહે છે અને વર પાછળ તેમજ શેષ ત્રણ પરિક્રમાઓમાં વર આગળ અને વધૂ પાછળ ચાલે છે. દરેક પરિક્રમા દરમિયાન પંડિત દ્વારા વિવાહ સંબંધી મંત્રોચ્ચારણ કરવામાં આવે છે અને પરિક્રમા પૂર્ણ થવા પર વર-વધૂ ગાયત્રી મંત્રાનુસાર યજ્ઞમાં દર વખતે એક-એક આહુતિ નાખે છે.