જાખું: અહી હિમાચલ ના શિમલા માં જાખું મંદિર માં હનુમાનજીના પગના નિશાન આજે પણ જોવા મળે છે. તેના વિષે માન્યતા છે કે રામ રાવણ ના યુધ્દ્ધ દરમિયાન લક્ષ્મણ જયારે મૂર્છિત થઇ ગયા હતા
ત્યારે હનુ મનજી અહી જડીબુટ્ટી લેવા માટે આવ્યા હતા, તેમની નજર અહી તપસ્યા કરી રહેલા યક્ષ ઋષિ પર પડી. ત્યારથી આ સ્થાનનું નામ યક્ષ ઋષિના નામ પર પડ્યું હતું. હનુમાનજી જ્યાં વિશ્રામ કરવા
અને સંજીવની બુત્તિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાખું પર્વત પર જર સ્થાન પર ઉતર્યા ત્યાં આજે પણ એમના પગના નિશાન જોવા મળે છે. મલેશિયા: મલેશિયાના પેનાંગ માં એક મંદિર ની અંદર હનુમાનજીના પગના નિશાન છે,
અહી ફરવા આવતા લોકો પોતાના સારા ભાગ્ય માટે આ પગના નિશાન પર સિક્કા પણ ફેકે છે. થાઇલેન્ડ : તમને જણાવી દઈએ કે થાઈલેન્ડમાં ‘રામકીયેન’ નામથી રામાયણ પ્રચલિત છે. તેનું પ્રાચીન નામ સિયામ હતું.
આમ તો સમ્રાટ અશોક ના સમયમાં હઝારો બુદ્ધ ભિક્ષુ ભારત થી બર્મા પેદલ ‘સિયામ’ ગયા હતા. અનેરી પર્વત : આ પર્વત ૫૦૦૦ ફૂટ ની ઉચાઇ પર બનેલો છે. અને એ આસ્થા નું એક પરમ ધામ છે. જ્યાં આજે પણ પવનપુત્ર હનુમાન ના પગના નિશાન મળે છે.
એવું પણ કહેવાય છે કે અહી થી જ બાળ હનુમાનના મુખમાં સૂર્ય સંયો હતો. અને જાણકાર લોકો એવું પણ કહે છે કે આકાશના સૂર્યને નહિ પણ સૂર્ય નામના દેવતાને તેણે પોતાના મુખમાં સમાવી લીધા હતા.
અને આ સ્થાન પર પગના આકાર જેવું સરોવર પણ જોવા મળે છે. અને એવું કહેવાય છે કે આ તળાવ બાળ હનુમાનના પગના દબાણ દ્વારા બનેલું છે.