શું તમે જાણો છો આ હનુમાન મંદિરનું રહસ્ય

લખનઉ માં હનુમાન સેતુ મંદિર છે, જે ત્યાનું અતિ પ્રસિદ્ધ મંદિર છે. પરંતુ એવું જ એક બીજું મંદિર લખનઉ માં છે, જેને અલીગંજ નું નવું હનુમાન મંદિર ના નામ થી ઓળખવામાં આવે છે.જણાવી દઈએ કે આ મંદિર ની સ્થાપના નવાબ શુજાઉદ્વોલાની બેગમ અને દિલ્હી ની મુગલીયા પરિવાર ની છોકરી આલિયા બેગમ એ કરાવી હતી. પોરાણિક કથાઓ ની અનુસાર આલિયા બેગમ ને કોઈ સંતાન ન હતા, જેનાથી તે ખુબ દુઃખી હતી. અર્ક દિવસ બેગમ ના માળી એ સલાહ આપી કે તમે ઇસ્લામ બાડી ના દરબાર જઈને અરજી લગાવો.  

બેગમ સાહિબા ત્યાં ગઈ. જેના પછી એની મનોકામના પૂરી થઇ. એક દિવસ બેગમ ને સપના માં બજરંગબલી ના દર્શન મળ્યા અને કહ્યું કે આ મંદિર માં મૂર્તિ મરી છે, જેમાં હું વાસ કરું છું. તેથી આ મૂર્તિ ની સ્થાપના ક્યાંક કરાવી દો. જેના પછી બેગમ સાહિબા એ ટીલા ખોદાવ્યો તો એમાં સાચે જ હનુમાનજી ની મૂર્તિ નીકળી. બેગમ સાહિબા મૂર્તિ ને હાથી પર રાખીને ગોમતી ની સામેની બાજુ લઇ જવા માંગતી હતી પરંતુ હાથી અલીગંજ માં જ બેસી ગયો. મૂર્તિ નો વજન એટલો વધારે થઇ ગયો કે કોઈ એને હલાવી પણ શકતા ન હતા. એવા માં આલિયા બેગમ એ મૂર્તિ ની ત્યાં જ સ્થાપના કરી દીધી અને પુજારી નિયુક્ત કરી દીધા.

માન્યતા –

હનુમાનજી ના આ મંદિર માં લોકો ની મન્નતો પૂરી થાય છે. એના પછી ભક્ત સિંદુર, ચોળા, નવા કપડા, ધજા અને ઘંટા ચડાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer