જાણો અમરનાથ શિવલિંગની શિવ પાર્વતી કથા.

અમરનાથ શિવલિંગ ની કથા પુરાણોથી

પુરાણો માં એક પ્રસંગ આવે છે કે એક વાર માં પાર્વતી એ જીદ પકડી લીધી હતી કે તમે તો અમર છો અને મારે દરેક વખતે નવા નવા અવતાર લઈને તપસ્યા કરીને તમને કેમ મેળવવાના હોય છે? આ કેમ થાય છે! આની પાછળ નું કારણ મને સમજાવો? તમારું રૂપ અમરતા નું મને કારણ જણાવો. શિવજી માં પાર્વતી ની જીદ ની આગળ હારી ગયા અને એક ગુપ્ત જગ્યા પર એને બધા પ્રશ્નો ના જવાબ આપવા માટે રાજી થઇ ગયા. આ રહસ્ય એટલું શક્તિશાળી અને અમરતા નું હતું કે જે કોઈ પણ આને સાંભળી લે તો તે અમર થઇ જાય.

આ કારણે શિવજી માં પાર્વતી ને લઈને કોઈ ગુપ્ત સ્થાન બાજુ ચાલવા લાગ્યા. સૌથી પહેલા ભગવાન ભોલે એ એમની સવારી નંદી ને પહેલગામ પર છોડી દીધા, તેથી બાબા અમરનાથ ની યાત્રા પહેલગામ થી શરુ કરવાનો બોધ થાય છે. આગળ જવા પર ચંદ્રમાં ને ચંદનવાડી માં અલગ કરી દીધા અને ગંગાજી ને પંચતરણી માં. એના પછી ગળા પર વાસ કરેલા સાપ ને શેષનાગ પર છોડી દીધા. આ પ્રકારે આ પડાવ નું નામ શેષનાગ પડ્યું. આગળ એમના પુત્ર ગણેશ ને ગણેશ ટોપ પર છોડી દીધા. પીસ્સુ ઘાટી માં પીસ્સુ નામના કીડા ને પણ ત્યાગ કરી દીધા. આ પ્રકારે મહાદેવ એ એમની પાછળ જીવનદાયિની પાંચેય તત્વો ને પણ એમનાથી અલગ કરી દીધા. અને હવે શિવજી ની સાથે માત્ર માં પાર્વતી જ એ ગુફા માં પહોંચી શક્યા.

એક જગ્યા પર બેસીને શિવજી એ કથા સંભળવાનું શરુ કરી દીધું. કથા સાંભળતા સાંભળતા ક્યારે માં પાર્વતી સુઈ ગયા પર એ ગુફા માં કોઈ આ કથા પર ધ્યાન કરી રહ્યા હતા. જયારે શિવજી એ કથા પૂરી સંભળાવી દીધી ત્યારે એને ખુબ મોટો આશ્ચર્ય થયો કે પાર્વતી તો સુઈ રહી છે તો કથા માં અવાજ કોણ આપી રહ્યું હતું.ત્યારે શિવજી એ ઉપર એક પત્થર પર કબુતર અને કબુતરી ને જોયા. શિવજી આ રહસ્ય ને આ રીતે કોઈ કીધા વગર સાંભળવા પર ખુબ ગુસ્સે થયા અને એમના ક્રોધ થી એ બંને ને ભસ્મ કરવા ના જ હતા કે કબૂતરો એ અમર કથા નો વાસ્તો આપીને ખુદ ના પ્રાણો ની વિનંતી કરી લીધી.

શિવજી શાંત થયા અને એને વરદાન આપી દીધું કે તમે અમરતા ની કથા પૂરી સાંભળી છે અને તમે એક કથા ના સાક્ષી છો તેથી તમે આજ થી અમર છો અને ભક્તો ને દર્શન યુગો યુગો સુધી આપતા રહેશો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer