અમદાવાદની નજીકમાં આવેલા આ ગણેશ મંદિરના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે ૨૦ કિલોમીટર તેમ જ જિલ્લા મથક અમદાવાદથી ૬૨ કિલોમીટર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બગોદરાથી ૧૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. આ ઉપરાંત એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ જેટલી ઊંચી છે. અમદાવાદથી આ ગણપતિ મંદિરનાં દર્શને જવા માટે ઘણી બસો ઉપલ્બધ છે.

અમદાવાદથી 25 કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાંથી જ્યોત આ મંદિરમાં લાવવામાં આવી છે. આ મંદિરની સ્થાપના 2011માં કરવામાં આવી છે. 6 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું આ મંદિર જમીનથી 56 ફૂટ ઊંચું છે. આ મંદિરનો આકાર ગણેશજીના સ્વરૂપનો છે. મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંજ કે સિમેન્ટનો ઉપયોગ થયો નથી. લગભગ 14 કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે. આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. આ મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. આ મંદિરમાં ગજાનની બે મૂર્તિઓ છે. એક મૂર્તિ જમણી સૂંઢવાળા ગણપતિની છે અને અન્ય મૂર્તિ આરસપહાણમાંથી બનેલી છે. તેની સૂંઢ ડાબી તરફ છે અને તે સિંદૂરના કલરની છે. બારેમાસ આ મંદિરમાં ભીડ રહે છે. ભક્તો અહીં બાપ્પાને પ્રિય એવા બૂંદીના લાડુ અવશ્ય ચઢાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer