15 મી ઓગસ્ટ નાગ પાંચમ છઠ સાતમ અને આઠમ એમ કુલ ચાર દિવસના તહેવારો આવે છે. જેને લઈને અમરેલી જિલ્લાના ચાર તાલુકામાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો દૂર દૂરથી આ મેળાને જોવા માટે અને મોજ કરવાનો લાહવો લેવા માટે આવે છે.
છેલ્લા બે વર્ષોથી કોરોનાને કારણે કોઈપણ તહેવાર ઉજવવામાં આવતો ન હતો. પરંતુ આ વર્ષે કોરોના ઓછો હોવાને કારણે બધા જ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેની વચ્ચે જન્માષ્ટમીના લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેને પણ લોકો હશે વધાવી રહ્યા છે.. આ ચાર દિવસમાં લોકોની અહીં ખૂબ જ ભીડ જોવા મળશે. જેને કારણે પોલીસ અધિકારીઓને પણ ત્યાં પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
આજથી અમરેલી, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદમાં જાહેર મેળો ભરાશે.શ્રાવણ માસના જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજ્યભરમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં આજથી લોકમેળાનો પ્રારંભ થયો છે. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે મેળાનું આયોજન કરનારાઓમાં ખુશીનો માહોલ છે. અમરેલી જિલ્લામાં ચાર મોટા મેળા ભરાય છે.
અમરેલીમાં નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાવરકુંડલા નગરમાં ગૃપ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાજુલા અને જાફરાબાદ શહેરમાં ગૌશાળાઓના લાભાર્થે જાહેર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌશાળાના લાભાર્થે રૂદ્રગણ ગૃપના આયોજક પુંજા બાપુ દ્વારા રાજુલામાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેળામાંથી મળતી રકમનો ઉપયોગ લુલી,લંગડી અને વિકૃત ગાયો માટે કરવામાં આવે છે.આ ઉપરાંત જાફરાબાદ શહેરમાં કામધેનુ ગૌશાળાના લાભાર્થે મેળાનું આયોજન કરવામાં આવ્યું.
આજથી 4 દિવસ નાગ પાચમ, છઠ, શીતળા સાતમ અને આઠમનો તહેવાર છે. આ તમામ મેળાના આયોજનમાં પોલીસ પેટ્રોલીંગ પણ રાખવામાં આવશે અને તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.