અમરેલીના બાબરાનો રામપરા ડેમ થયો ઓવરફ્લો, વડીયા શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ…

આગાહીકારોનું કહેવું છે કે ઓગસ્ટ મહિનાથી આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે. આ નક્ષત્ર 16 તારીખ સુધી જોવા મળશે. આ નક્ષત્ર નું વાહન મોર છે અને મોરને વરસાદ ખૂબ જ ગમતો હોય છે આથી આ નક્ષત્રમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દર્શાવી છે.

હવામાન વિભાગએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અમરેલી જિલ્લા કહેતો બાબરા બગસરા વિસ્તારમાં મેઘરાજા બરોબર મહેરબાન થયા હતા. અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમરેલીના વડીયા શહેરમાં મેઘરાજાએ તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું.. કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. જેને કારણે એ લોકોને બફારા માંથી રાહત મળી હતી અને ઠંડકનું વાતાવરણ થયું હતું.

બાબરાના રામપરા ડેમ ઓવરફ્લો થયો

બાબરા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે ગ્રામ્ય વિસ્તારોના નદી, નાળા અને કુવાઓ પણ છલકાઈ ગયા હતા. રામપરા ડેમમાં પણ પાણીની સારી એવી આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી. ધોધમાર વરસાદ વરસવાને કારણે ચેક ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા હતા. જેના કારણે ખાખરીયા, દરેડ સહિત કેટલાક ગામોના ખેડૂતોને પાકની વાવણીમાં ખૂબ જ ફાયદો જોવા મળશે. ખંભાળા ગામની વાત કરીએ તો ત્યાંનો ચેકડેમ પણ ટૂંક સમયમાં ઓવરફ્લો થઇ જશે.

બાબરા વિસ્તારમાં વરસાદી ઝાપટા થવાને કારણે કરિયાણા,નીલવાડા, વાંકિયા અને લાલકા સહિતના ગામોમાં પાણી જ પાણી થઈ ગયા હતા. અને કેટલાય ગામોમાં વરસાદનું આગમન જોવા મળ્યું હતું..

વરસાદની વાત કરીએ તો હાલમાં 177 તાલુકાઓમાં વરસાદ પડી ચુક્યો છે.154 તાલુકામાં તો 10 મિમિ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે. એટલે કે અશોકભાઈ પટેલએ 4 તારીખથી 10 તારીખ ની વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી..

Leave a reply:

Your email address will not be published.

Site Footer