અમુલ દુધના ભાવમાં થયો પ્રતિ લિટર રૂ. 2નો વધારો, 8 મહિનામાં બીજીવાર ભાવ વધારી દીધો…

કોરોના અસર વચ્ચે વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો તો પ્રજાને સહન કરવાનો જ છે. હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે. 8 મહિનામાં જ અમૂલે ફરીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ પહેલા 1 જુલાઈ 2021ના રોજ પ્રતિ લિટર રૂ.2નો વધારો કરાયો હતો.

શિવજીને દૂધનો અભિષેક કરવો મોંઘો થયો – શિવરાત્રિથી જ દૂધના ભાવમાં વધારો થતાં શિવજીને અભિષેક કરવો મોંઘો પડશે.તેની સાથે ગરીબોના બાળકોને પણ દૂધ મળવું હવે મુશ્કેલ થશે.

આવતીકાલ થી અમલ વાર્ષિક 4 ટકાનો વધારો. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. આમ દૂધના ભાવમાં વાર્ષિક 4 ટકાનો વધારો કરાયો છે.

ઇનપુટ ખર્ચમાં વધારો થતા ભાવ વધારો કરવામાં આવ્યો –ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશન)ના સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ.35થી રૂ.40નો વધારો કરવામાં આવ્યો છે. જે પાછળ ના વર્ષ કરતા 5 ટકા વધુ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer