અંજની મહાદેવમાં બની દુનિયાની સૌથી મોટી પ્રાકૃતિક બરફની શિવલિંગ

અંજની મહાદેવ માં બનેલી શિવલિંગ નો આકાર શિવરાત્રી પર્વત પર ૩૫ ફૂટ સુધી થઇ જાય છે. મનાલીના સોલંગનાળા સ્થિત અંજની મહાદેવ દુનિયા ની સૌથી મોટી બરફ ની પ્રાકૃતિક શિવલિંગ માનવામાં આવે છે. પારો માઈનસ માં જતા જ અહિયાં શિવલિંગ નો આકાર બનવાનું શરૂ થઇ જાય છે અને ફેબ્રુઆરી દરમિયાન આકાર ૩૫ ફૂટ થી પણ વધારે ઉંચી થઇ જાય છે.

આ શિવલિંગ નો આકાર ૧૫ ફૂટ ઉંચો થઇ જાય છે. માર્ચ સુધી આ શિવલિંગ નો આકાર ૨૦ થી ૩૫ ફૂટ સુધી પહોંચી જાય છે. અંજની મહાદેવથી પડતું ઝરણું બરફ બનીને શિવલિંગ નું રૂપ ધારણ કરે છે. આ જોવા માટે દેશ-વિદેશ થી લોકો અહિયાં પહોંચે છે. મનાલીથી ૨૫ કિલોમીટર દુર સોલંગનાળા ની પાસે અંજની મહાદેવ માં આ પ્રાકૃતિક શિવલિંગ ૧૧૫૦૦ ફૂટ ની ઉંચાઈ પર છે.

અહિયાં બધી મનોકામના પૂરી થાય છે:

માન્યતા છે કે આ શિવલિંગ ના દર્શનથી બધી મનોકામના પૂરી થઇ જાય છે. શ્રી અમરનાથ બાબા બર્ફાની થી પણ વધારે ઉંચી શિવલિંગ અહિયાં બને છે. માન્યતાઓની અનુસાર ત્રેતા યુગ માં માતા અંજની એ પુત્ર પ્રાપ્તિ અને મુક્તિ મેળવવા માટે તપસ્યા કરી હતી અને ભગવાન શિવ એ દર્શન આપ્યા હતા. ત્યારથી અહિયાં પર પ્રાકૃતિક તરીકેથી બરફની શિવલિંગ બને છે.

ખાસ વાત એ છે કે બરફ ની વચ્ચે વસેલા અંજની મહાદેવ ના દર્શન ખુલ્લા પગે ચાલીને કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓને આ બરફ નુકશાન પહોંચાડતો નથી. જાણકારીની અનુસાર લગભગ ૧૫૦ મીટર સુધી બરફ પર ખુલ્લા પગે ચાલીને શ્રદ્ધાળુ પ્રાકૃતિક શિવલિંગ સુધી પહોંચે છે. દેવીના ચમત્કાર જ છે કે બરફ માં ખુલ્લા પગે ચાલવાથી શ્રદ્ધાળુઓ ને કોઈ નુકશાન થતું નથી.

કેવી રીતે પહોંચી શકાય છે અંજની મહાદેવ:

શિવલિંગ સુધી પહોંચવા માટે બસ અને ટેકસી થી મનાલી પહોંચી શકાય છે. મનાલીથી સોલંગનાળા સુધી ૧૫ કિલોમીટર ની સફર ટેકસીથી કરી શકો છો. તેમજ સોલંગનાળા થી અંજની મહાદેવ સુધી પાંચ કિલોમીટર ની સફર ચાલતા તેમજ ઘોડાથી કરી શકાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer