અનુજ આવશે કોમા માંથી બહાર, અનુપમા અંકુશ અને બરખા ને ઘરેથી કાઢી મુકશે…

સ્ટાર પ્લસનો દમદાર શો અનુપમા આ દિવસોમાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત અનુપમા સીરીયલમાં દિવસે ને દિવસે નવા નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. ટીઆરપી ની વાત કરીએ તો અનુપમા સીરીયલ નંબર વન પર છે.

ગયા એપિસોડમાં આપણે જોયું કે અનુજ કોમામાં જતો રહે છે અને વનરાજ બિલકુલ સારો થઈ જાય છે. વનરાજ અનુપમાને મળવા જાય છે જ્યાં અનુપમા તેને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે. પરંતુ અનુપમા સીરીયલના આવનારા ટવીસ્ટ હજુ અહીં પૂર્ણ થતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Anupama (@anupama_tm9)


વનરાજ એકદમ સ્વસ્થ થઈ જતા તે તેના ઘરે પહોંચે છે. આથી આંખો પરિવાર ઠાકોરજીને આભાર માને છે. જ્યારે વનરાજ ઘરે આવે છે ત્યારે છોટીઅનુ પણ તેને મળવા આવે છે અને વનરાજ ને કહે છે કે તે આગળથી ધ્યાનથી ડ્રાઇવિંગ કરશે.. જ્યારે તે ઘરમાં ન હતા ત્યારે બધા જ ઉદાસ હતા ત્યારે વનરાજ તેને ગળે લગાવી દે છે. તે પછી છોટીઅનુ વનરાજને તેના પપ્પા વિશે એટલે કે અનુજ વિશે પૂછે છે પરંતુ વનરાજ કશું બોલતો નથી.

 

View this post on Instagram

 

A post shared by Anupama (@anupama_tm9)


અનુપમા જોવે છે કે જ્યારે અનુજને થોડો હોશ આવ્યો ત્યારે અનુજ ઘરે જવાની વાત કરી રહ્યો હતો. પરંતુ થોડીવાર બાદ અનુજ પાછો બેહોશ થઈ જાય છે. અનુપમા ડોક્ટરની આ વિશે બધી જ વાત કરે છે ત્યારે ડોક્ટર તેને કહે છે કે આ નોર્મલ છે. અનુજને હોશ આવ્યો એ ખૂબ જ સારી બાબત છે. તેની વચ્ચે અનુપમા ડોક્ટરને પૂછે છે કે શું તે અનુજને ઘરે લઈ જઈ શકશે?? ત્યારે ડોક્ટર અનુપમાને કહે છે કે તે લોકોએ ઘરમાં આઈસીયુ બનાવવું પડશે અને સાથે નર્સ પણ રાખવી પડશે. ડોક્ટરની વાત સાંભળીને અનુપમા અનુજને ઘરે લાવવાની વાત કરે છે જે સાંભળીને બરખા અને અંકુશ ઉદાસ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Anupama (@anupama_tm9)


આવનારા એપિસોડમાં આપણને જોવા મળશે કે બરખા અનુપમાં પાશે કોઈ ચેક સાઇન કરાવવા માટે કહે છે પરંતુ અનુપમા ચેક સાઇન કરવા માટે ના પાડી દે છે. આ વાતથી લઈને બરખા નારાજ થઈ જાય છે અને કહે છે કે જેમ તને અમારા ઉપર ભરોસો નથી તેમ અમને પણ તારા પર ભરોસો નથી. આથી અનુજ માટે નર્સ પણ અમેજ નક્કી કરીશું. પરંતુ અનુપમા અને જવાબ આપવા માટે પાછળ હડતી નથી અને કહે છે કે કાલે મારા પતિનો જન્મદિવસ છે અને તહેવાર પણ છે. હું કોઈ જ તમાશો કરવા નથી માગતી. પરંતુ જો કંઈ વધારે થશે તો મારા પતિ પૂજા પછી જે પણ કંઈ કેહવાના હતા તે હું જાહેર કરી દઈશ..

Leave a reply:

Your email address will not be published.

Site Footer