સ્ટાર પ્લસ ટીવી શો અનુપમામાં માલવિકાની એન્ટ્રી પછી વાર્તામાં એક વાર ફરી ટ્વીસ્ટ આવે છે.
આ વખતે મેકર્સ દર્શકોને વાર્તામાં અનુજના ભૂતકાળનો પરિચય કરાવવા જઈ રહ્યા છે, જે જાણીને તેઓ આશ્ચર્યચકિત થઈ જશે.
દરેક હસતા ચહેરા પાછળ ઘણું દુ:ખ છુપાયેલું છે, એવું જ અનુજ કાપડિયાનું જીવન છે.
આગામી એપિસોડમાં, દર્શકો જોશે કે અનુજ તેના જીવનનું સૌથી મોટું રહસ્ય અનુપમા સમક્ષ જાહેર કરવાનો છે.
માલવિકાની એન્ટ્રી સાથે અનુજનો ભૂતકાળ પણ સામે આવવાનો છે.અનુજ અનુપમાને કહેશે કે તેના માતા-પિતાનું મૃત્યુ કેવી રીતે થયું.’
આ બધું કહેતાં અનુજ રડવા માંડશે. આવી સ્થિતિમાં અનુપમા પણ આ બધું જાણીને આશ્ચર્યચકિત છે.
બીજી તરફ શાહ હાઉસમાં પણ ધીમે ધીમે બધું બરાબર થવા લાગે છે.વનરાજને તેના પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેણે કાવ્યાને બીજી તક આપવી જોઈએ.
હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વનરાજ કાવ્યાને બીજી તક આપે છે કે નહીં.એટલું જ નહીં, અનુજ અને અનુપમાની લવસ્ટોરીમાં આગળ શું ટ્વિસ્ટ આવે છે તે જોવું પણ રસપ્રદ રહેશે.
View this post on Instagram