અનુપમા એ અનુજ કે વનરાજ નહિ પરંતુ આ વ્યક્તિ સાથે મનાવ્યો વેલેન્ટાઇન ડે, જાણો કોણ છે તે વ્યક્તિ….

ટીવી શો ‘અનુપમા’માં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીને હવે મોટાભાગના લોકો તેના સ્ક્રીન નામથી ઓળખે છે. ટીઆરપી લિસ્ટમાં પ્રથમ સ્થાને રહેલો આ શો ઘર-ઘર લોકપ્રિય બન્યો છે અને મોટાભાગના લોકો હવે રૂપાલી ગાંગુલીને ‘અનુપમા’ નામથી ઓળખે છે.

વેલેન્ટાઈન ડે પર રૂપાલી ગાંગુલી પણ આ ખાસ દિવસ તેની સૌથી ખાસ વ્યક્તિ સાથે સેલિબ્રેટ કરી રહી છે. જોકે આ વ્યક્તિ અનુજ કાપડિયા કે વનરાજ શાહ નથી. રૂપાલી તેના રિયલ લાઈફ પતિ અશ્વિન કે વર્મા સાથે તેનો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરી રહી છે.

આ શો સાઈન કર્યા પછી રૂપાલી ગાંગુલીની ફેન ફોલોઈંગ ખૂબ જ ઝડપથી વધી ગઈ છે અને જોઈને રૂપાલી ગાંગુલી આખા દેશની ફેવરિટ બની ગઈ છે. રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની પર્સનલ કે પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી કોઈને કોઈ વાત ફેન્સ માટે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


રૂપાલી ગાંગુલીએ તેના પતિ અશ્વિન સાથેનો ફોટો શેર કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘તમે હંમેશા મારા વેલેન્ટાઈન છો.’ ફોટો શેર કર્યા પછી થોડી જ મિનિટોમાં, તેને અસંખ્ય લાઇક્સ મળી છે અને ફેન પેજ પર શેર કરવામાં આવી રહી છે. રૂપાલી ગાંગુલીની આ તસવીર જોઈને તેના ફેન્સની ખુશીનો પાર નથી.

લોકો રૂપાલી ગાંગુલીને માત્ર અનુપમા તરીકે ઓળખે છે, તેઓ ચોક્કસપણે મૂંઝવણમાં છે કે આ વ્યક્તિ કોણ છે? ટીવી શો અનુપમા વિશે વાત કરીએ તો આ દિવસોમાં શોની વાર્તા ખૂબ જ રસપ્રદ તબક્કે છે. માલવિકાને મનાવવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે વનરાજ શાહ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઈપણ હદે પડવા તૈયાર છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer