ટીવી શો અનુપમા માં હાલમાં અનુજની દીકરીની એન્ટ્રી થઈ છે. અનુપમા શોમાં અનુના આવાની સાથે ખુબજ ઘણો હોબાલો જોવા મળી રહ્યો છે. વનરાજ અને બરખા ને અનુ નુ આવવું સેજ પણ નથી ગમ્યું. અત્યાર સુધી આપણે જોયું કે અનુપમા તેના બાળકોને મનાવતી જોવા મળે છે. તોશુ અનુપમા સામે પોતાની નારાજગી વ્યક્ત કરે છે. જયારે તોશુ કહે છે કે અનુ આવ્યા પછી તેના બાળક ની સંભાળ કોણ રાખશે. બીજી તરફ અનુના કારણે વનરાજ નારાજ થઈ જાય છે. અને અનુપમા કિંજલને વચન આપે છે કે તે ક્યારેય તેનો સાથ નહી છોડે. આ દરમિયાન અનુપમા ના શોમાં માં વધુ એક નવો વળાંક જોવા મળશે.
અનુપમા ના આવનારા એપિસોડ માં જોવા મળશે કે અનુપમા અનુ અને અનુજ સાથે પોતાના ઘરે પાછી આવે છે. અનુજ તેની દીકરીનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરશે. અને થોડાક સમયમાં અનુજને ખબર પડશે કે નાની અનુ તેના બધા કામ જાતે જ કરે છે. આટલું જ નહી પણ અનુ ને ચા પણ બનાવતા આવડે છે. અનુજ અને અનુપમાને આ જાણીને ખુબજ નવાઈ લાગશે.
કાવ્યા ટૂંક સમયમાં અનુપમાના પગલે ચાલશે, રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્નાના શોમાં કાવ્યા વનરાજનું મગજ ખરાબ કરવા જઈ રહી છે. કાવ્યા વનરાજ ને જઈને કહેશે કે તેને પણ અનુપમાની જેમ બાળકીને દત્તક લેવા માગે છે. વનરાજ આ સાંભળીને ચોંકી જશે. વનરાજ કાવ્યાને બાળક દત્તક લેવાની વાતમાં ચોખ્ખી ના પાડી દેશે.
પાખી અનુપમાને મૂંઝવણમાં મૂકશે. અનુપમા અનુ નું એડમિશન પાખી ની સ્કૂલમાં કરાવી દેશે. આ વાત થી પાખી અનુપમા પર ગુસ્સે થશે. અને પાખી અનુપમાને તેની કોલેજ જતા રોકશે. પાખી કહેશે કે તે પોતાની સાવકી બહેનને તેની શાળામાં ભણવા દેશે નહી. અને આ વખતે વનરાજ પણ પાખી નો સાથ આપશે. આવા માં અનુપમા પાખીને તાટકતો જવાબ આપશે. અનુપમા અનુનું એડમિશન પાખી ની સ્કુલમાં પરાણે કરાવતી જોવાં મળશે.
અને પ્રોમાએ બતાવવામાં આવી રહ્યું છે કે પાખી ને અધિક ઉશ્કેરશે, અને પાખી સાથે વીડિયો કૉલ પર વાત કરશે. અધિક કહેશે કે અનુના કારણે અનુજ અને અનુપમા પાખી પર ધ્યાન નહીં આપે. આવી પરીસ્થિતિમાં પાખી પણ પોતાનું મગજ વાપરશે. વનરાજ ને ખબર પડે છે કે પાખી અધિક સાથે વાત કરી રહી છે. ત્યારે વનરાજ પાખી ને અડધી રાત્રે અધિક સાથે વાત કરતા પકડશે .વનરાજ કહેશે કે જો પાખી નહી સુધરે તો હુંપહેલા વાળો વનરાજ બની જઈશ.