ઘર અને બીઝનેસની જવાબદારી ઉઠાવશે અનુપમા, અનુજની પીઠ પાછળ અનુપમા ને રસ્તા પર લાવશે બરખા….

સ્ટાર પ્લસનો દમદાર શો અનુપમા આ દિવસોમાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત અનુપમા સીરીયલમાં દિવસે ને દિવસે નવા નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. ટીઆરપી ની વાત કરીએ તો અનુપમા સીરીયલ નંબર વન પર છે.

ગયા એપિસોડમાં આપણે જોયું કે અનુપમા અનુજને ઘરે લઈને આવે છે. જે જોઈને બરખા અને અંકુશની ચેહરાની રંગત બદલાઈ જાય છે. બીજી બાજુ વનરાજ પણ સલામત રીતે ઘરે પહોંચે છે. પરંતુ વનરાજને વાંરવાંર દિમાગમાં અનુજનો ખ્યાલ આવે છે.. પરંતુ હજુ અહીં અનુપમા સિરિયલના ટ્વિસ્ટ પૂર્ણ થતા નથી.. આગળના એપિસોડમાં આપણને જોવા મળશેકે બરખા અને અંકુશ અનુજના જન્મદિવસએ અનુપમાને એક ઝટકો આપશે.

 

View this post on Instagram

 

A post shared by sairat 100k💕💖 (@love.u.anupamaa_)


બરખા અનુપમાં પાસે કોઈ ચેક સાઇન કરાવવા માટે લઈને જાય છે. જેને સાઇન કરવાનો અનુપમા ના પાડી દે છે. અનુજને લઈને દરેક નિર્ણય અનુપમા એકલી જ કરે છે જે જોઈને બરખા અને અંકુશ નો પારો ચડી જાય છે. બંને મળીને અનુપમાને ખરી ખોટી સંભળાવવાં લાગે છે.બરખાએ માત્ર અનુપમાને વનરાજ સાથે સંબંધ હોવાનો ટોણો માર્યો નથી, પરંતુ અનુજ પર તેના સંબંધીઓ સાથે મળીને અનુજને બરબાદ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.આ બાબતે અનુપમાનો પારો ચડી ગયો.

અનુપમા બરકા અને અંકુશની કડવી વાતોનો જવાબ આપવા માટે પાછળ હટતી નથી. તે બંનેને કહે છે કે હું બધી જ વસ્તુઓ સાથે સંભાળી શકું છું મારે કોઈને જરૂર નથી. તેની સાથે અનુપમા કહે છે કે તેના માથા ઉપર કાનાજી નો હાથ છે. કોઈપણ વ્યક્તિ તેમનું ખરાબ કરી શકે નહીં. તો પછી સામે જેઠાણી હોઈ તો પણ શું છે??? આ સાથે અનુપમા બંનેની ધમકી આપે છે અને કહે છે કે જો તેઓએ મારા ઘરની ખુશીઓ અને શાંતિ ભંગ કરીતો તે પણ તે જ કરશે કે જેની ઘોષણા અનુજ પૂજા પછી કરવાનો હતો..

 

View this post on Instagram

 

A post shared by sairat 100k💕💖 (@love.u.anupamaa_)


અનુજના જન્મદિવસે અંકુશ અને બરખા અનુપમાને બેઘર કરશે: અનુપમાની પીઠ પાછળ અંકુશ અને બરખાનું કાવતરું ચાલતું રહે છે. બરખા તેના પતિને કહે છે કે ભલે જન્મદિવસ અનુજનો છે, પરંતુ તે બંને અનુપમાને ભેટ આપશે.વકીલ સાથે મળીને, તેઓ તમામ કાયદાકીય બાબતો પૂર્ણ કરે છે, સાથે જ અનુપમાને રસ્તા પર લાવવાની યોજના બનાવે છે. બીજી તરફ વનરાજ અનુજને મળવાનું નક્કી કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer