અનુપમા શોમાં થશે નવા સમર ની ધમાકેદાર એન્ટ્રી, ભયંકર એકસીડન્ટ માં જશે તોશુનો જીવ…

સ્ટાર પ્લસની ખૂબ જ લોકપ્રિયતા ધરાવતી ટીવી સીરિયલ અનુપમા આ દિવસોમાં સતત સમાચારોમાં રહે છે. પારસ કાલનવત અનુપમા માંથી બહાર થયા ત્યારથી આ શો ચાહકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. અનુપમા સીરિયલના મેકર્સને લોકો સતત ટ્રોલ કરી રહ્યા છે. અનુપમાના મેકર્સના આ નિર્ણયને લોકો ખોટો કહી રહ્યા છે. જોકે, ચાહકોના ગુસ્સાને ધ્યાન મા લીધા વગર નિર્માતાઓએ અનુપમા શો માટે નવો સમર પસંદ કર્યો છે. ટૂંક સમયમાં ટીવી એક્ટર સુવંશ ધર અનુપમાની વાર્તામાં સમર તરીકે ધમાકેદાર એન્ટ્રી કરતો જોવા મળશે.

સુવંશ ધર ના આવવાની સાથેજ અનુપમા સિરિયલની વાર્તામાં ધમાકેદાર ટ્વિસ્ટ જોવા મળશે. નવા સમર ના આગમન પછી શાહ હાઉસમાં શોકનો માહોલ છવાયો છે. આ લેખ મા અમે તમને જણાવીશું કે અનુપમા સિરિયલના આગામી એપિસોડમાં કયા મોટા ફેરફારો જોવા મળશે.

સમર આવતાં જ તોષુ નુ થશે મોત? અનુપમા શો મા તોષુ સાથે ટૂંક સમયમાં એક ભયંકર અકસ્માત થવાનો છે. આ અકસ્માત અંગે જાણીને શાહ પરિવારના તમામ સભ્યોના હોશ ઉડી જશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તોશુ પણ અકસ્માતમાં જીવ ગુમાવશે. પિતા બનતા પહેલા તોશુ પોતાનો જીવ ગુમાવશે, અને તેની સાથે જ ગર્ભવતી કિંજલ નો સુહાગ ઉજડશે. તોષુના જવાથી શાહ પરિવારમાં ખળભળાટ મચી જશે તેમાં કોઈ શંકા નથી.

બીમાર પડીજશે કિંજ. તોશુ નું મૃત્યુ થતાં જ કિંજલની તબિયત પણ બગડશે. કિંજલની પ્રેગ્નન્સી માં પ્રોબ્લેમ ઉભો થશે. કિંજલને બચાવવા શાહ પરિવારના લોકો આકાશ પાતાળ એક કરવા તૈયાર છે. બીજી તરફ અનુપમા ફરી એકવાર શાહ હાઉસ ના ફેરા ચાલુ કરશે. આવી પરીસ્થિતિ માં અનુપમા તેના સાસરિયાઓ અને નાની અનુ પર ધ્યાન આપી શકશે નહી.

શો માંથી અનુજની પણ હાકલપટ્ટી થઈ શકે છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે મેકર્સ અનુપમા સિરિયલમાંથી અનુજના ટ્રેકને સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યા છે. અનુજનો ટ્રેક હાલ પૂરતો કપાઈ ગયો છે. સાંભળવામાં આવે છે કે મેકર્સ અનુજના અકસ્માતનો ટ્રેક પણ લાવવાના છે. જો નિર્માતાઓ આટલા બધા ટ્વિસ્ટ સાથે એકસાથે લાવી રહ્યા છે, તો ચોક્કસ ટીઆરપી લિસ્ટમાં અન્ય કોઈ શો આ વખતે પણ તેને હરાવી શકશે નહી.

શોમાં આવી રહેલા આ ટ્વિસ્ટથી સ્પષ્ટ છે કે મેકર્સ દરેક પરિસ્થિતિ માં સીરિયલ અનુપમાનું રેટિંગ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે મેકર્સ શોની સ્ટોરીમાં સતત મોટા ફેરફાર કરી રહ્યા છે. હાલ તો એ જોવાનું રહેશે કે આગામી દિવસોમાં અનુપમાની વાર્તામાં બીજા કયા નવા ટ્વિસ્ટ આવે છે?

Leave a reply:

Your email address will not be published.

Site Footer