ફરીથી મોટી મુસીબત નો શિકાર બનશે અનુપમા, આ વખતે આખા પરિવાર પર આવશે મુસીબત….

ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે, જે દર્શકોને શો સાથે જોડાયેલા રાખે છે અને સતત પ્રેમ વરસાવતા રહે છે. છેલ્લા એપિસોડમાં, તમે જોયું કે નિર્મિત ડિમ્પીની પોલીસ ફરિયાદ નોંધાવવા માંગતો નથી કારણ કે તે તેને બદનામ કરશે.

પરંતુ ડિમ્પી મક્કમ છે અને નિર્મિત તમામ સંબંધો તોડીને જતો રહે છે અને ડિમ્પી તેને રોકતી નથી. હવે અનુપમા અને અનુજ ડિમ્પીને ન્યાય અપાવવા માટે સાથે મળીને કામ કરશે. આજના એપિસોડમાં અનુપમા ડિમ્પી અને નિર્મિતને ઘરે લાવશે

અનુપમા ડિમ્પીને ઘરે લાવશે

આજના એપિસોડમાં તમે જોશો કે અનુજ પોલીસ સાથે વાત કરે છે અને તેમને આરોપીને જલદી પકડવા કહે છે. પોલીસ પણ આશ્વાસન આપે છે કે તેઓ વહેલી તકે કાર્યવાહી કરશે. ડિમ્પી પણ પોલીસને પૂરો સાથ આપે છે પરંતુ નિર્મિતને વારંવાર શંકા થાય છે. તે ઘરની ઈજ્જતનો વારંવાર વિચાર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by ANUPAMAA (@anupamaa_star_plus_02)


દરમિયાન, આ સમાચાર આગની જેમ ફેલાઈ જાય છેં અને શાહ હાઉસના દરેક લોકો પરેશાન થઈ જાય છેં… પહેલા તો બધા ખૂબ ખુશ છે કે અનુપમા બંનેને હોસ્પિટલ લઈ ગઈ પણ પછી જ્યારે તેમને ખબર પડી કે તે તેમને ઘરે લઈ આવી છે, ત્યારે બા અને વનરાજ બંને ગુસ્સે થઈ જાય છે. તેઓ કહે છે કે તેઓએ તેમની પુત્રીને કાઢી મુકી હતી પરંતુ કોઈ બીજાની પુત્રીને ઘરે લઇ આવ્યા..બીજી તરફ કાવ્યા અને કિંજલ બંને અનુપમાને સપોર્ટ કરે છે.

અનુપમા પર ફરી હુમલો થશે

અનુજને ખબર પડી જાય છેં છેં નિર્મિતનુ વર્તન બદલાઈ ગયું છે અને તે કંઈક વિચારી રહ્યો છે.અનુપમા કહે છે કે આ ડર થોડી મિનિટોનો હોવો જોઈએ.અનુપમાને ડર છે કે નિર્મિત ડિમ્પીને છોડી દેશે. આગામી દિવસોમાં અનુપમાનો ડર સાચો સાબિત થશે અને નિર્મિત ડિમ્પીને છોડી દેવાનો નિર્ણય કરશે. આગામી એપિસોડમાં, અનુજ અને અનુપમાને ધમકી મળે છે અને કેટલાક લોકો ફરીથી અનુપમા પર હુમલો કરવા જઈ રહ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer