ટીઆરપી માં “ખતરો કે ખિલાડી” સહિત આ બધા જ શોને પાછળ છોડી દીધા અનુપમાએ…

ટેલિવિઝન ની દુનિયા માં નાના પડદા ના શો લઈને આ અઠવાડિયે TRP લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવો જાણીએ આ અઠવાડિયે કઈ ટીવી સિરિયલે જીત મેળવી છે.

ટીવી શો ના ચાહકો માટે વર્ષના 30મા સપ્તાહની ટીઆરપી યાદી બહાર આવી છે. જેમાં જાણ્યા જાણવા મળ્યા અનુસાર અમે તમને જણાવી રહ્યા છીએ કે કયા શો એ જીત મેળવી છે. આ TRP યાદી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસોર્સ કાઉન્સિલ દ્વારા રજૂ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે આ અઠવાડિયે કઈ ટીવી સિરિયલ સૌથી વધુ જોવામાં આવી છે.

નાના પડદાની જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી અભિનીત “અનુપમા” ટીવી સિરિયલ નંબર વનના સિંહાસન પર બિરાજમાન છે. સ્ટાર પ્લસની ટીવી સિરિયલ અનુપમાને હંમેશની જેમ આ અઠવાડિયે સૌથી વધુ ટીઆરપી મળી છે.

યે હૈ ચાહતેં. આ અઠવાડિયે ટીવી સિરિયલ યે હૈ ચાહતેં ને ટીઆરપી લિસ્ટમાં મોટો ફરક પાડ્યો છે. વાસ્તવમાં, ટીવી સિરિયલ ગયા અઠવાડિયાથી પાંચમા સ્થાને હતી, પરંતુ 30મા સપ્તાહની ટીઆરપી રિલીઝ થતાં જ યે હૈ ચાહતેં સીધી બીજા સ્થાને પહોંચવામાં સફળતા મેળવી છે.

ખતરોં કે ખિલાડી 12. બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટીનો ફેમસ શો ખતરોં કે ખિલાડી સીઝન 12 આ વખતે પણ લોકોની પસંદ બની રહ્યો છે. ગત સપ્તાહની જેમ કલર્સ ટીવીના આ રિયાલિટી શોએ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. તેમજ ટીઆરપીના મામલામાં તેમનું સ્થાન ત્રીજા નંબર પર આવી ગયું છે.

ગુમ હૈ કિસી કે પ્યાર મૈ. સ્ટાર પ્લસના ખુબજ ચર્ચિત ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મૈ આ અઠવાડિયે ટીઆરપીની દ્રષ્ટિએ ચોથું સ્થાન મેળવ્યું છે. ભૂતકાળમાં ટોપ 2માં જગ્યા બનાવી ચૂકેલી આ સિરિયલ હાલમાં તેના જૂના ફોર્મની શોધમાં છે. જો કે, દર્શકોના પ્રેમના આધારે આ સીરિયલ ચોથા નંબર પર રહી છે.

બન્ની ચાઉ હોમ ડિલિવરી. શરૂઆતના અઠવાડિયે ટીઆરપી ની દ્રષ્ટિએ સારું પ્રદર્શન કરનાર બન્ની ચાઉ હોમ ડિલિવરી ટીવી શો અત્યારે સંઘર્ષ કરી રહ્યો હોય તેવું લાગે છે. ટીઆરપીના આ 30મા સપ્તાહમાં સ્ટાર પ્લસની આ ટીવી સિરિયલ 5માં સ્થાને છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer