મહાભારત વિશે લગભગ દરેક લોકો જાણતા જ હોય છે. મહાભારતમાં કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થવાનું હતું. તે યુદ્ધ પહેલાં અર્જુન દેવરાજ ઈન્દ્ર પાસે દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરવા માંગતો હતો. એટલા માટે અર્જુન ઈન્દ્રને મળવા માટે ઈન્દ્રનિલ પર્વત પર પહોંચ્યો. ત્યાં ઈન્દ્ર પ્રગટ થયાં અને તેમને અર્જુનને કહ્યું કે મારા દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરતાં પહેલાં તારે શિવજીને પ્રસન્ન કરવા પડશે.
શિવજીને પ્રસન્ન કરવા માટેની તપસ્યા
અર્જુને શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા શરૂ કરી. જ્યાં અર્જુન તપસ્યા કરી રહ્યો હતો, ત્યાં મૂક નામનો એક અસુર ભૂંડનું રૂપ ધારણ કરીને પહોંચ્યો. તે અર્જુનને મારવા માંગતો હતો. આ વાત અર્જુન સમજી ગયો અને તેને પોતાના ધનુષ પર બાણ ચઢાવી દીધું અને જેવો તે બાણ છોડવાનો હતો, તે સમયે કિરાત અર્થાત્ વનવાસીના વેશમાં શિવજી પ્રગટ થયાં. વનવાસીએ અર્જુનને બાણ ચલાવતા રોકી દીધો.
વનવાસીએ અર્જુનને કહ્યું કે આ ભૂંડ પર મારો અધિકાર છે, કારણ કે તારી કપહેલાં મેં તેને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. એટલા માટે તેને તું નહીં મારી શકે, પરંતુ અર્જુને આ વાત ન માની અને ધનુષથી બાણ છોડી દીધું. વનવાસીએ પણ તરત જ બાણ ભૂંડ તરફ છોડી દીધું. અર્જુન અને વનવાસીનું બાણ એકસાથે ભૂંડને વાગ્યું અને તે મરી ગયું. ત્યારબાદ અર્જુન તે વનવાસીની પાસે ગયો અને કહ્યું કે આ ભૂંડ પર મારું લક્ષ્ય હતું, તેની ઉપર તે બાણ કેમ માર્યું ?
આ પ્રકારે વનવાસી અને અર્જુન બંને તે ભૂંડ પર પોત-પોતાનો અધિકાર બતાવવાં લાગ્યાં. અર્જુન એ વાત જાણતો હતો કે આ વનવાસીના વેશમાં સ્વયં શિવજી જ છે. વાદ-વિવાદ વધી ગયો અને બંને એક-બીજા સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયાં.
અર્જુને પોતાના ધનુષથી વનવાસી પર બાણોની વર્ષા કરી દીધી, પરંતુ એકપણ બાણ વનવાસીને નુકસાન પહોંચાડી ન શક્યું. જ્યારે અનેક પ્રયાસો કર્યા પછી પણ અર્જુન વનવાસીને જીતી ન શક્યો ત્યારે તે સમજી ગયો કે આ વનવાસી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જ્યારે વનવાસીએ પણ પ્રહાર કર્યો તો અર્જુન તે પ્રહારને સહન ન કરી શક્યો અને સચેત થઈ ગયો. થોડીવાર પછી અર્જુને ફરીથી હોશ આવ્યો તો તેમને માટીનું એક શિવલિંગ બનાવ્યું અને તેની ઉપર એક માળા ચઢાવી.
અર્જુને જોયું કે જે માળા શિવલિંગ પર ચઢાવી હતી, તે એ વનવાસીના ગળામાં દેખાઈ રહી છે. આ જોઈને અર્જુન સમજી ગયો કે શિવજીએ જ વનવાસીનો વેશ ધારણ કર્યો છે. શિવજી પણ અર્જુનના પરાક્રમથી પ્રસન્ન થયા અને પાશુપતાસ્ત્ર આપ્યું. શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત કર્યા પછી અર્જુન દેવરાજ ઈન્દ્ર પાસે ગયા અને તેને દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કર્યું.