હિંદુ ધર્મ શાસ્ત્રમાં મહાભારત એક એવો ગ્રંથ છે જેને સૌથી વધુ સાચો માનવામાં આવે છે કારણ કે તેના પ્રમાણ દરેક જગ્યાએ મળી રહે છે. મહાભારત કાળ દરમિયાન શ્રી કૃષ્ણએ અર્જુનને કેટલાક ઉપદેશો આપ્યા હતા,આજે અમે શ્રી કૃષ્ણએ આપેલા એ ઉપદેશો વિશે જણાવીશું. અને આ ઉપદેશો એવા છે જેને જીવનમાં ઉતરી લઈએ તો ક્યારેય મુસીબતનો સામનો કરવો પડતો નથી. શ્રી કૃષ્ણએ પોતાના ઉપદેશમાં રાત્રે કરવામાં આવતા કેટલાક કાર્યો વિશે જણાવ્યું છે જેને કોઈ પણ વ્યક્તિએ રાત્રીના સમય દરમિયાન ના કરવા જોઈએ. તો ચાલો જોઈએ ક્યાં છે એ કાર્યો.
દરેક લોકો જાણે છે કે આપણા પ્રાચીન ઇતિહાસમાં આ વાત વારમ વાર ઉચ્ચારવામાં આવેલ છે, કે જે ઘરમાં મહિલાઓની ઈજ્જત ના થતી હોય તે ઘર અને પરિવાર ક્યારેય સુખી થતો નથી. શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી આ વાત ઘરની મહિલાઓ માટેજ કહેવામાં આવેલી છે. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણએ વિશેષ રૂપથી મહિલાઓ માટે આ વાત કહેલી છે કે રાત્રી દરમિયાન મહિલાઓએ આટલા કર્યો ના કરવા જોઈએ. તે કાર્ય માં સૌથી પહેલુ કામ એ છે કે ઘરની મહિલાઓને રાતના સમયે કોઈ બીજી મહિલાને દૂધ કે દહીં ના આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે રાતના સમયે કોઈ માંગે અને દૂધ કે દહીં આપવામાં આવે તો તેનાથી ઘરની સુખ શાંતિ નાશ પામે છે. અને પરિવારમાં કંકાસ ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત રાતના સમયે આવું કરવાથી ઘરમાં લક્ષ્મીજી નો વાસ નથી થતો અને આર્થિક તંગીની પરિસ્થિતિ ઉદ્ભભવે છે.
તે ઉપરાંત તમને જણાવી દઈએ કે હંમેશા એવું થતું હોય છે કે મોટાભાગના ઘરોમાં રાત્રીના એઠા વાસણ એમજ પડ્યા રહેતા હોય છે. તમને જાણીને હેરાની થશે કે આવું ક્યારેય ના કરવું જોઈએ કારણ કે ગંદા રસોડાના કારણે ઘરમાં વૈભવ અને ધન ધાન્ય માં ઉણપ આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરનું રસોડું ગંદુ હોય ત્યાં લક્ષ્મી માતાનો વાસ થતો નથી. તેથી રાત્રે જમ્યા પછી વાસણ સાફ કરીને પછીજ સુવું જોઈએ.
મહિલાઓએ ક્યારેય પણ રાત્રે ખુલ્લા વાળ રાખી ના સુવું જોઈએ. આજકાલ મહિલાઓ પોતાની અનુકુળતા માટે માથાના વાળ ખુલ્લા રાખીનેજ સુતી હોય છે. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. તે ઉપરાંત રાત્રે મહિલાઓએ મીઠાનો ખોટો ઉપયોગ ના કરવો જોઈએ. અઠવાડિયામાં એક વાર સિંધવ મીઠું લઇ ઘરના બધાજ રૂમમાં રાખવું અને બીજા દિવસે સવારે તેને પાણીમાં પધરાવી દેવું. આવું કરવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે. તેમજ મહિલાઓએ રાત્રી દરમિયાન ક્યારેય પણ કચરું ના કાઢવું જોઈએ આવું કરવાથી ઘરમાં ધન ધાન્યની તંગી સર્જાય છે. તેમજ લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે.